Ahmedabad News: અમદાવાદના નાગરિકો માટે સારા સમાચાર છે જે લોકો ઈલેક્ટ્રીક વાહનનો ઉપયોગ કરે છે તેમના માટે હવે ફાયદાકારક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે કારણ કે અમદાવાદમાં અત્યાર સુધીમાં બાર સ્થળે જ ચાર્જિંગ સ્ટેશન હતું હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ચાંદખેડા નવા વાડજ ઉસ્માનપુરા વિરાટનગર તેમજ ઘાટોડીયા અને સોલા જેવા 54 સ્થળોએ PPP મોડેલ પર ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે જેથી ઇલેક્ટ્રીક વાહનોને ત્યાં ચાર્જિંગ કરી શકાશે
આજના સમયમાં ઇલેક્ટ્રીક વાહનોની માંગ ખૂબ જ મોટા પાયે છે આવા સંજોગોમાં ઇલેક્ટ્રીક વાહનોની ચાર્જિંગ કરવા માટેની સુવિધાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ 54 સ્થળોએ ઉપલબ્ધ કરવામાં આવશે ચાર્જિંગ સ્ટેશન ઉપરાંત બેટરી સ્વાઇપિંગ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે આ સિવાય કંપની ચાર્જિંગ સ્ટેશન બનાવશે સાથે જ મ્યુનિસિપલ એ વાર્ષિક પાંચ ટકા જંત્રી લેખે જમીન ભાડું ચૂકવવાનું રહેશે વધુમાં જણાવી દઈએ તો મ્યુનિસિપલ સાથે શેર કરવાની પણ આવક હશે સાથે જ ફોર્મ્યુલા પ્રતિ યુનિટ મુજબ રહેશે
હાલ અમદાવાદમાં બહાર ચાર્જિંગ સ્ટેશન છે તેવું માનવામાં આવી રહ્યું છે તેમાંથી મ્યુનિસિપલ ને યુનિટ દીઠ રૂપિયા ૩.૫૧ મળે છે ચાર્જિંગ સ્ટેશન પર કેટલાક સ્થળોએ બેટરી બદલવાની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જેથી કોઈપણ વ્યક્તિને કારની બેટરી બદલાવી શકશે તમામ ઇલેક્ટ્રીક વહીકલ ચાર્જિંગ સ્ટેશન ગ્રીન કલરના બનાવવામાં આવશે જે લોકો ઈલેક્ટ્રીક વહીકલ નો ઉપયોગ કરી રહ્યા છે તેમના માટે હવે અદભુત ચાર્જિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે