વોડાફોન આઈડિયાના શેરમાં 8.5%નો ઉછાળો, નોકિયા, એરિક્સન અને સેમસંગ સાથે ₹30000 કરોડની ડીલ થઇ

વોડાફોન આઈડિયાના શેરમાં 8.5%નો ઉછાળો

Vodafone Idea signs deals with Nokia, Ericsson, and Samsung: વોડાફોન આઈડિયાના શેરમાં આજે 23 સપ્ટેમ્બરના રોજ 8.5%થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે કંપની અને ટેલિકોમ ઉપકરણોના જગતની અગ્રણી કંપનીઓ નોકિયા, એરિક્સન અને સેમસંગ વચ્ચે થયેલો લગભગ 30,000 કરોડ રૂપિયાનો (લગભગ $3.6 બિલિયન) મોટો કરાર થયો. આ ડીલ આગામી 3 વર્ષ માટે નેટવર્ક સાધનોની સપ્લાય માટે કરવામાં આવી છે.

આ કરાર અંતર્ગત આગામી ત્રણ વર્ષ માટે વોડાફોન આઈડિયાને તેના નેટવર્ક માટે જરૂરી સાધનો પૂરા પાડવામાં આવશે. આ સોદાથી રોકાણકારોમાં આશા જાગી છે અને તેમને લાગે છે કે કંપનીનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. સવારે 9.30 વાગ્યાની આસપાસ વોડાફોન આઈડિયાનો શેર NSE પર 8.6 ટકા વધીને રૂ. 11.37 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

વોડાફોન આઈડિયા શેર્સ માં તેજી (વોડાફોન આઈડિયા સમાચાર)

આ સોદો વોડાફોન આઈડિયાની કુલ $6.6 બિલિયનની 3-વર્ષની મૂડીપક્ષ યોજનાનો પ્રથમ તબક્કો છે. આ યોજનાનો હેતુ 4G કવરેજને વધારીને 1.03 અબજથી 1.2 અબજ લોકો સુધી પહોંચાડવાનો, 5G નેટવર્ક શરૂ કરવાનો અને ડેટા વૃદ્ધિને સમર્થન આપવા માટે નેટવર્કની ક્ષમતા વધારવાનો છે. આ નવા લાંબા ગાળાના કરાર હેઠળ સપ્લાય આવતા ક્વાર્ટરમાં શરૂ થશે.

વોડાફોન આઈડિયાના સીઇઓ, અક્ષય મોન્દ્રાએ જણાવ્યું હતું કે, ‘અમે VIL 2.0ની સફર પર છીએ અને અહીંથી અમે નોકિયા અને એરિક્સન અમારા લાંબા સમયથી પાર્ટનર રહ્યા છે. આ ઉદ્યોગના વિકાસમાં અસરકારક રીતે ભાગ લેવા માટે એક સ્માર્ટ ટર્નઅરાઉન્ડ ચલાવીશું. આ ડીલ આ ભાગીદારીમાં એક નવું સીમાચિહ્નરૂપ છે.

આ સોદાથી વોડાફોન આઈડિયાને ભારતના દૂરસંચાર બજારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવામાં મદદ મળશે અને ગ્રાહકોને વધુ સારી અને ઝડપી ડેટા સેવાઓ મળશે.

VI ની નોકિયા, એરિક્સન અને સેમસંગ સાથે ₹30000 કરોડની ડીલ થઇ

મનીકંટ્રોલના સૂત્રો અનુસાર, આ 30,000 કરોડ રૂપિયાના કરારમાં નોકિયાનો હિસ્સો 50%થી વધુ, એરિક્સનનો લગભગ 40% અને બાકીનો હિસ્સો સેમસંગનો છે.

વોડાફોન આઈડિયાએ જણાવ્યું છે કે આ કોન્ટ્રાક્ટ્સથી કંપનીને નવીનતમ તકનીકોનો ઉપયોગ કરીને ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપવામાં મદદ મળશે. છેલ્લાં બે વર્ષમાં ભારતીય બજારમાંથી મળેલા અનુભવના આધારે, કંપની 4G અને 5G સેવાઓને વધુ સારી રીતે કસ્ટમાઇઝ કરવામાં સક્ષમ બનશે. આ નવા સાધનો ઉર્જા બચાવશે અને કંપનીના ખર્ચમાં ઘટાડો કરશે.

કંપની આ પ્રોજેક્ટ માટે જરૂરી રકમ પોતાના પાસેના નાણાં અને લોન દ્વારા મેળવશે. કંપની અન્ય પ્રોજેક્ટ્સ માટે વધારાના 35,000 કરોડ રૂપિયાની લોન મેળવવા માટે બેંકો સાથે વાતચીત કરી રહી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment