Gold Price Today: ફેબ્રુઆરી મહિનામાં સોનાને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે સોનાના ભાવ સતત વધી રહ્યા છે લગ્નની સિઝન પણ ચાલી રહી છે ત્યારે આવા સંજોગોમાં સામાન્ય લોકો માટે સોનુ ખરીદવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે કારણ કે સતત સોનાના ભાવ વધી રહ્યા છે 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે 10 ગ્રામ સોનાના ભાવ સરેરાશ વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ ₹87,770ને આસપાસ પહોંચી ગયો છે આ સિવાય 22 કેરેટનો ભાવ 65,000 ની આસપાસ હતો તે હવે 80,450 ની આસપાસ પહોંચી ગયો છે 10 ગ્રામનો ભાવ આસમાને પહોંચતા કોમોડિટી માર્કેટમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે ચલો તમને જણાવીએ ગુજરાતના અલગ અલગ મુખ્ય શહેરોના 10 ગ્રામ 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવની તમામ વિગતો
અમદાવાદમાં આજનો લેટેસ્ટ સોનાનો ભાવ : Gold Prices in Ahmedabad
અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે ₹80,050 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 87820 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો પહોંચી ગયો છે આગામી દિવસોમાં હજુ પણ સોનાને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળશે તહેવારની સિઝનમાં સોનાના ભાવમાં હળવો ઘટાડો જોવા મળતો હોય છે પરંતુ તહેવારની સિઝન પૂરી થાય તરત જ ભાવમાં વધારો થઈ જતો હોય છે તહેવારની સિઝનમાં આમ તો કોઈક દિવસ જ ફેરફાર જુઓ મળતો હોય છે સામાન્ય રીતે તો સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં 24 કેરેટ અને 22 કેરેટના સોનાના ભાવ ₹80,000 ને પાર પહોંચી ગયા છે
સુરત,રાજકોટ અને વડોદરામાં આજના લેટેસ્ટ ભાવ : Gold Prices Today
સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 87820 રૂપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹80,050 છે આ સિવાય વડોદરા શહેરમાં પણ એક સરખા ભાવ જોવા મળી રહ્યા છે રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹80,050 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 87,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામનું નોંધાયો છે
આગામી દિવસોમાં હજુ પણ સામાન્યથી વધારે વધારો થઈ શકે છે સોનાના ભાવમાં સતત 22 કેરેટ અને 24 કેરેટના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી સતત વધારો થઈ રહ્યો છે 22 કેરેટનો ભાવ એક દિવસ 65,000 ની આસપાસ હતો તે હવે 80000 ને પાર પહોંચી ગયો છે આ સાથે જ માર્કેટ એક્સપર્ટ નું પણ માનવું છે કે 24 કેરેટનો ભાવ આગામી દિવસોમાં 90,000 એ પહોંચી જશે