નવી આવક વેરા હેઠળ ૧૨ લાખ રૂપિયા સુધીની નહિ ભરવો પડે ટેક્સ અને નવા ટેક્સ સ્લેબ રજૂ કર્યા પછી, ઘણા લોકો જાણવા માંગે છે કે જો તેમની વાર્ષિક આવક ૧૨ લાખ રૂપિયાથી વધુ હોય તો તેમણે કેટલો ટેક્સ ચૂકવવો પડશે. અહીં સરળ ગણતરી આપવામાં આવી છે. ઇન્કમટેક્ષ ગણતરી પત્રક 2025 income tax slab for ay 2025-26
આવકવેરા સ્લેબ શું છે? What is income tax slab?
ભારતીય આવકવેરા વ્યક્તિગત કરદાતાઓ પર કરવેરા સ્લેબ સિસ્ટમ લાગુ કરે છે. સ્લેબ સિસ્ટમનો અર્થ એ છે કે અલગ શ્રેણીઓની આવક માટે અલગ અલગ કર દરો નિર્ધારિત કરવામાં આવે છે. આનો અર્થ એ થાય કે કરદાતાની આવક વધે તેમ કરના દર પણ વધે છે. આ પ્રકારનો કરવેરા દેશને સક્ષમ બનાવે છે. દરેક બજેટ દરમિયાન આવા આવકવેરા સ્લેબ બદલાય છે. આ સ્લેબ દરો કરદાતાઓની વિવિધ શ્રેણીઓ માટે અલગ અલગ છે. આવકવેરા વિભાગે “વ્યક્તિગત” કરદાતાઓની ત્રણ શ્રેણીઓ છે :
- રહેવાસીઓ અને બિન-રહેવાસીઓ (60 વર્ષથી ઓછી ઉંમરના) સહિત વ્યક્તિઓ
- નિવાસી વરિષ્ઠ નાગરિકો (60 થી 80 વર્ષની વયના)
- નિવાસી ખૂબ જ વરિષ્ઠ નાગરિક (૮૦ વર્ષથી વધુ ઉંમરના)
નવા આવકવેરા સ્લેબ 2025 નીચે મુજબ છે: New income tax slab 2025 calculator
- 0 થી 4 લાખ રૂપિયા: કોઈ ટેક્સ નહીં
- 4 લાખથી 8 લાખ રૂપિયા: 5% ટેક્સ
- 8 લાખથી 12 લાખ રૂપિયા: 10% ટેક્સ
- 12 લાખથી 16 લાખ રૂપિયા: 15% ટેક્સ
- 16 લાખથી 20 લાખ રૂપિયા: 20% ટેક્સ
- 20 લાખથી 24 લાખ રૂપિયા: 25% ટેક્સ
- 24 લાખ રૂપિયા અને તેથી વધુ: 30% ટેક્સ