Aadhaar Card Update Free:હજુ સુધી તમે આધાર કાર્ડની અપડેટ નથી કરાવ્યું તો UIDAIએ આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવી દેવામાં આવી છે મહત્વની વિગતો તમે આધાર કાર્ડમાં ફેરફાર કરી શકો છો સરકારી નોકરીઓ અથવા અન્ય પ્રકારના ફોર્મ ભરવા માટે આધાર કાર્ડની જરૂર પડતી હોય છે આધારકાર્ડ અપડેટ હોય છે ત્યારે તમારે કોઈ પણ પ્રકારના કેવાયસી માં રોકાવટ નથી આવતી તમારી સાચી માહિતી આધારકાર્ડમાં અપડેટ હોય છે જેમ કે નામ એડ્રેસ અને અન્ય વિગતો અપડેટ હોય છે જો તમારા આધાર કાર્ડ માં નામ ખોટું હોય તો તમે તમને સુધારી શકો છો એડ્રેસ નવું અપડેટ કરી શકો છો ફોટો ચેન્જ કરી શકો છો અને મહત્વના ફેરફાર તમે આધાર કાર્ડમાં કરી શકો છો જેના માટે આધાર કાર્ડ અપડેટ કરાવવાની પ્રક્રિયા વિશે જાણવું ખૂબ જ જરૂરી છે નીચે આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી છે
UIDAIએ આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવાય
જે લોકોએ હજુ સુધી આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું તેમના માટે સારા સમાચાર છે કારણ કે આધાર કાર્ડની નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે 14 જૂન 2025 સુધીમાં તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો ત્યારબાદ તમારે પૈસા ચૂકવવા પડશે આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમારે 14 જૂન 2025 સુધીમાં ઓનલાઈન અથવા આધાર કેન્દ્ર પર જઈને આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો ઓફલાઈન આધાર કેન્દ્ર પર જઈને તમે કરાવી શકો છો અને ઓનલાઈન કરવા માટે નીચે આપેલી પ્રક્રિયા ને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો એ પણ બિલકુલ મફતમાં..
ઓનલાઇન આધારકાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા : Aadhaar Card Update Free
- સૌપ્રથમ તમારે મોબાઇલ અથવા કોમ્પ્યુટર પર UIDAI વેબસાઈટ પર જવાનું રહેશે
- તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે
- ત્યારબાદ તમારા રજીસ્ટર નંબર પર ઓટીપી આવશે તેને દાખલ કરીને લોગીન થવાનું રહેશે
- ત્યારબાદ અપડેટ એડ્રેસ ઇન આધાર પર ક્લિક કરવાનું રહેશે અથવા આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો તો આધાર કાર્ડ અપડેટ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ તમારું નામ એડ્રેસ અને મહત્વની વિગતો દાખલ કરવાની રહેશે જરૂરી તમામ આઈડી પ્રૂફ દાખલ કરવાના રહેશે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
- આટલી માહિતી ભર્યા બાદ તમારે સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- ફોર્મને સબમીટ કર્યા બાદ (SRN) નંબરનો ઉપયોગ કરીને તમે બાદમાં આધાર કાર્ડ સ્ટેટસ ને ટ્રેક કરી શકો છો