રાજ્યની 17 મહાનગરપાલિકામાં વર્ગ-1 અને 2 ની જગ્યાઓ જીપીએસસી ભરશે

GPSC Municipal Corporations of the state

રાજ્યની 17 મહાનગરપાલિકામાં વર્ગ-1 અને 2 ની જગ્યાઓ જીપીએસસી ભરશે રાજ્યની 17 મહાનગરપાલિકાઓમાં રહેતા 48 ટકા નાગરિકોની સુવિધાઓ માટે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની ભરતી કરવાની જવાબદારી હવે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ને સોંપવામાં આવી છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે જાહેરાત કરી હતી કે આ ભરતી પ્રક્રિયા સ્પર્ધાત્મક અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે. GPSC Municipal Corporations of the state

આ નિર્ણયને કારણે મહાનગરપાલિકાઓને હવે વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓ પર સીધી ભરતી કરવાની ફરજ નહીં રહે. આ જગ્યાઓ માટેની તમામ ભરતી GPSC દ્વારા જ થશે. GPSC Municipal Corporations of the state

ભરતી પ્રક્રિયાને નિયમિત બનાવવાનો હેતુ ધ્યાને લઈને, GPSC ભરતી માટે રાજયના સામાન્ય વહીવટ વિભાગના 14 ફેબ્રુઆરી, 2019ના ઠરાવને આધારે આગળ વધશે. મહાનગરપાલિકાઓએ પ્રથમ અને બીજા વર્ગની જગ્યાઓ માટે GPSCને મંજૂરી આપવી પડશે. GPSC દ્વારા કરવામાં આવેલ ભરતીને મહાનગરપાલિકાની ગણવામાં આવશે, ન કે રાજ્ય સરકારની.

Join WhatsApp

Join Now

Leave a Comment