પંચાયત વિભાગ દિવ્યાંગ ભરતીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત

GPSSB panchayat bharti 2026 gujarat

તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની સંભવિત પરીક્ષા તારીખ જાહેર ગાંધીનગરથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ-3ની દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી પ્રક્રિયા અંગે સંભવિત પરીક્ષા તારીખો જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી તૈયારી કરતા ઉમેદવારો માટે આ સમાચાર રાહત સમાન છે. GPSSB panchayat bharti 2026 gujarat

દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી પ્રક્રિયા

પંચાયત સેવા વર્ગ-3ના વિવિધ સંવર્ગોમાં “ફક્ત દિવ્યાંગ ઉમેદવારો” માટે ખાસ ભરતી જાહેર કરવામાં આવી હતી. આ ભરતી અંતર્ગત હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓ CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવામાં આવશે, જેમાં MCQ પ્રકારના પ્રશ્નો હશે.

જાહેર કરાયેલ સંભવિત પરીક્ષા તારીખો

મંડળ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પરીક્ષાની સંભવિત તારીખો નીચે મુજબ છે:

ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)

પરીક્ષા તારીખ: 18 ફેબ્રુઆરી 2026
સમય: સવારે 10:00 થી 11:00 વાગ્યા સુધી

જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)

પરીક્ષા તારીખ: 18 ફેબ્રુઆરી 2026
સમય: બપોરે 14:00 થી 15:00 વાગ્યા સુધી

વર્ક આસિસ્ટન્ટ

પરીક્ષા તારીખ: 15 માર્ચ 2026
સમય: બપોરે 15:00 થી 16:00 વાગ્યા સુધી

પરીક્ષા તારીખોમાં ફેરફાર શક્ય

મંડળે સ્પષ્ટ કર્યું છે કે આ તારીખો સંભવિત છે. કોઈ કારણસર જો ફેરફાર થાય તો નવી તારીખ મંડળની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. તેમજ કોલલેટર ડાઉનલોડ અંગેની વિગતવાર સૂચના પણ અલગથી આપવામાં આવશે.

ઉમેદવારો માટે ખાસ સૂચના

દિવ્યાંગ ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ નિયમિત રીતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની અધિકૃત વેબસાઇટ ચેક કરતા રહે, જેથી કોઈપણ નવી માહિતી ચૂકાઈ ન જાય.

લાંબી રાહ પછી મળેલી આશા

ઘણા દિવ્યાંગ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી આ ભરતી માટે રાહ જોઈ રહ્યા હતા. હવે પરીક્ષા તારીખ જાહેર થતાં તેમના ચહેરા પર ફરી આશાની ઝલક જોવા મળી રહી છે. સરકારી નોકરીનું સ્વપ્ન જોવા વાળા હજારો યુવાનો માટે આ ભરતી જીવન બદલવાની તક સાબિત થઈ શકે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment