GSEB 10મું-12મું પરિણામ 2026: ક્યારે આવશે રિઝલ્ટ? gseb.org પર આ રીતે ચેક કરી શકશો

gseb 10th and 12th result date 2026

ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર. Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) દ્વારા SSC (ધોરણ 10) અને HSC (ધોરણ 12) પરીક્ષા 2026નું પરિણામ આ મહિને જાહેર થવાની સંભાવના છે. gseb 10th and 12th result date 2026

GSEB ક્યારે આવશે રિઝલ્ટ ?

મળતી માહિતી મુજબ, ધોરણ 12 (સાયન્સ સ્ટ્રીમ)નું પરિણામ મે 2026ના પહેલા અઠવાડિયામાં આવી શકે છે. જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. જોકે, બોર્ડ દ્વારા હજુ સુધી તારીખ અને સમયની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ધોરણ 10ની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026 દરમિયાન લેવામાં આવી હતી, જેમાં સમગ્ર રાજ્યમાં 87 ઝોન અને 1006 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા.

ઓનલાઇન રિઝલ્ટ કેવી રીતે ચેક કરશો?

વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ GSEB Official Website પર જઈને પોતાનું પરિણામ જોઈ શકશે.
તે માટે ‘SSC Result 2026’ અથવા ‘HSC Result 2026’ લિંક પર ક્લિક કરીને પોતાનો સીટ નંબર દાખલ કરવો પડશે. ત્યારબાદ સ્ક્રીન પર પરિણામ જોવા મળશે, જેને ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ લઈ શકાય છે.

DigiLocker દ્વારા પણ મળશે માર્કશીટ

વિદ્યાર્થીઓ DigiLocker એપ અથવા વેબસાઇટ દ્વારા પણ પોતાની ડિજિટલ માર્કશીટ મેળવી શકશે.
મોબાઇલ નંબર અને OTPથી લોગિન કરીને ‘Education’ વિભાગમાં જઈ GSEB પસંદ કરવાનું રહેશે.

WhatsApp અને SMSથી પણ ચેક કરી શકશો

વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો 6 અંકનો સીટ નંબર WhatsApp પર મોકલીને પણ તરત જ પરિણામ મેળવી શકે છે.

SMS માટે:
ધોરણ 10 માટે – SSC <સીટ નંબર> લખીને 56263 પર મોકલો
ધોરણ 12 માટે – GJ12S (સાયન્સ) અથવા GJ12G (જનરલ) સાથે સીટ નંબર 58888111 પર મોકલો

માર્કશીટમાં શું હશે?

રિઝલ્ટમાં વિદ્યાર્થીનું નામ, માતા-પિતાનું નામ, રોલ નંબર, વિષયવાર ગુણ, કુલ માર્ક્સ અને પાસ/ફેલ સ્ટેટસ જેવી માહિતી દર્શાવવામાં આવશે.

Join WhatsApp

Join Now

Leave a Comment