ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ 3ની વાયરમેનની બમ્પર ભરતી 2025

GSSSB Wireman Recruitment 2025

ઘણા સમયની રાહ પછી ગુજરાત માં વાયરમેન ની આવી છે ખુબ જ મોટી ભરતી.આપણે આ આર્ટિકલ માં વાયરમેનની ભરતી વીશે જાણીશું વિગતવાર જેમકે કેટલી જગ્યા છે,ફોર્મ ભરવાની શરૂઆત અને અંતિમ ની તારીખ, અરજી ની સંપૂર્ણ વિગતવાર પ્રક્રિયા,ઓફિશ્યિલ વેબસાઈટ,વિવિધ અનામત અને મહિલા અનામત વીશે. GSSSB Wireman Recruitment 2025 ગૌણ સેવા પસંદગી મંડળ

મહત્વની તારીખો GSSSB Wireman Recruitment 2025

ફોર્મ ભરાવાની શરૂઆતની તારીખ11/06/2025
ફોર્મ ભરાવાની અંતિમ તારીખ25/06/2025
પરીક્ષા ફી ભરવાની અંતિમ તારીખ28/06/2025
ઓફિસિઅલ વેબસાઈટઅહીં ક્લિક કરો
પરીક્ષાની તારીખમંડળ નક્કી કરે તે

સંવર્ગવાર જગ્યાની વિગતો GSSSB Wireman Recruitment 2025

કુલ જગ્યાઓ66
બિન અનામત22
આર્થિક રીતે નબળા વર્ગ06
અનુસૂચિત જાતિ03
અનુસુચિત જનજાતિ21
સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગ14

GSSSB Wireman Recruitment 2025 વયમર્યાદા :

અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવારની ઉમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

કેટેગરીછૂટછાટમહત્તમ વયમર્યાદા
સામાન્ય કેટેગરીનાં મહિલા ઉમેદવારો5
અનામત કૅટેગરીનાં પુરુષ ઉમેદવારો5
અનામત કૅટેગરીનાં મહિલા ઉમેદવારોને(૫+૫=૧૦)10(મહત્તમ ૪૫ વષાની મયાાદામાં)
સામાન્ય કૅટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં પુરુષ
ઉમેદવારોને
10(મહત્તમ ૪૫ વષાની મયાાદામાં)
સામાન્ય કૅટેગરીનાંદિવ્યાંગતા ધરાવતાં મહિલા
ઉમેદવારોને(૧૦+૫=૧૫)
15(મહત્તમ ૪૫ વષાની મયાાદામાં)
અનામત કૅટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં પુરુષ ઉમેદવારો
(૫+૧૦=૧૫)
15(મહત્તમ ૪૫ વષાની મયાાદામાં)
અનામત કૅટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં મહિલા
ઉમેદવારો (૫+૧૦+૫=૨૦)
20(મહત્તમ ૪૫ વષાની મયાાદામાં)
  • પગાર : પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ.૨૬,૦૦૦/-
  • ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે.

શૈક્ષણીક લાયકાતની વિગતો:

  • (i) સરકાર દ્વારા સ્થાપિત કોઈપણ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાંથી વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયનનો ઓછામાં ઓછો બે વર્ષનો પ્રમાણપત્ર કોર્ષ હોવો જોઈએ;
    (ii) ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ;
    (iii) ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
  • સીધી પસંદગી દ્વારા નિયુક્ત થયેલા ઉમેદવારે, જો તે નોંધાયેલ ન હોય તો, નિમણૂક સમયે ગુજરાત સરકારના સેક્રેટરી લાઇસન્સિંગ બોર્ડ ઓફ એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ-વિભાગમાં પોતાનું નોંધણી કરાવવું પડશે.

શૈક્ષણિક લાયકાત/ વયમર્યાદા / અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ:-

શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા , ઉન્નત વગોમાં સમાવેશ ન થતો હોવા અંગેનું પ્રમાણપત્ર (નોન
ક્રેમીલેયર સર્ટિફિકેટ ),આર્થિક રીતે નબળાવગાનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી
લાયકાત માટે તા.૨૫/૦૬/૨૦૨૫ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.

વાયરમેન ભરતી 2025 અરજી કરવાની રીત:-

(1) સૌથી પહેલાં અધિકૃત વેબસાઇટ પર જાઓ:

ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ખોલવી જરૂરી છે.

(2) Online Application વિભાગ પસંદ કરો:

હોમપેજ પર આપેલી “Online Application” વિભાગમાં જઈને “Apply” વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તમને વિવિધ ભરતી પોર્ટલના વિકલ્પો દેખાશે, જેમાંથી “GSSSB” પસંદ કરો.

(3) યોગ્ય જાહેરાત પસંદ કરો:

અત્યારની ભરતી માટે જાહેરાત ક્રમ સંખ્યા 311/2025-26 (પદનું નામ: વાયર્મેન, વર્ગ-3) પસંદ કરો. સૂચિમાં આપેલા પદના નામ પર ક્લિક કરો, પછી “Apply” બટન પર ક્લિક કરો.

અહીં તમારું ધ્યાન દોરવા જેવું છે કે “More Details” વિકલ્પ પર ક્લિક કરવાથી સમગ્ર જાહેરાતની વિગત જોવા મળશે. અરજી કરતા પહેલાં તે વાંચવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

(4) Apply Now પર ક્લિક કરો:

“Apply Now” પર ક્લિક કરતા જ એક નવી વિન્ડો ખૂલશે. ત્યાં “Skip” પર ક્લિક કરો અને પછી અરજી ફોર્મ ખુલશે.

(5) Personal Details ભરવું:

અરજી ફોર્મમાં સૌથી પહેલા “Personal Details” ભરવી પડશે. જ્યાં “*” નિશાની હોય ત્યાં જરૂરી તમામ માહિતી આપવી ફરજિયાત છે.

નોંધ: જો તમે પહેલેથી OTR (One Time Registration) કરી લીધી હોય તો પણ તે માત્ર નોંધણી છે. આ જાહેરાત માટે અરજદાર તરીકે ગણાવા માટે, આ સ્પેસિફિક જાહેરાત હેઠળ જુદીથી અરજી કરવી જરૂરી છે.

(6) શૈક્ષણિક વિગતો (Educational Details) ભરો:

Personal Details પુરી કર્યા પછી, “Educational Details” વિભાગમાં તમારી શૈક્ષણિક લાયકાતની માહિતી સાચી રીતે ભરો.

ફોટો અને સહી કેવી રીતે અપલોડ કરવી? – GSSSB અરજી માટે સંપૂર્ણ માર્ગદર્શન

અરજી ફોર્મમાં વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભર્યા બાદ હવે સૌથી મહત્વપૂર્ણ પગલું આવે છે – ફોટોગ્રાફ અને સહી (signature) અપલોડ કરવી. ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ:

(7) અરજી સેવ કરો અને એપ્લિકેશન નંબર મેળવો:

જેમ જ તમે ફોર્મ પૂરું કરો અને “Save” બટન પર ક્લિક કરો, ત્યાาร બાદ તમારું Application Number જનરેટ થશે.
આ એપ્લિકેશન નંબર આવનારા દરેક પગલામાં જરૂરી પડશે, તેથી તેને કાળજીપૂર્વક સાચવી રાખવો.

(8) ફોટો અને સહી અપલોડ કરો:

આપની અરજીની પ્રક્રિયા આગળ વધારવા માટે હવે તમારે ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવી પડશે. નીચે આપેલા સૂચનોનું ધ્યાનપૂર્વક અનુસરો:

  1. Upload Photograph વિકલ્પ પર ક્લિક કરો.
  2. તમારું Application Number અને Birth Date નાખો અને “OK” બટન પર ક્લિક કરો.
  3. હવે તમારી અરજી માટે જરૂરી ફોટો અને સહી (Signature) અપલોડ કરવાની પ્રક્રિયા શરૂ થશે.

ફોટોગ્રાફ માટે જરૂરી માપદંડ:

  • Photo Size: 5 સે.મી. ઊંચાઈ x 3.6 સે.મી. પહોળાઈ
  • File Format: JPG
  • File Size: 15KB થી ઓછી હોવી જોઈએ
  • Background: સફેદ (White) બેકગ્રાઉન્ડ
  • ફોટો ઉપર તારીખ હોવી જરૂરી છે અને તે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી વધુમાં વધુ એક વર્ષ જૂની હોવી જોઈએ.

ટિપ: તમારા ફોટાની 4-5 કોપીઓ છપાવીને રાખો, કારણ કે તે પરીક્ષા અને મેરિટના દરેક તબક્કે જરૂરી રહેશે.

સહી (Signature) માટે માપદંડ:

  • Signature Size: 2.5 સે.મી. ઊંચાઈ x 7.5 સે.મી. પહોળાઈ
  • File Format: JPG
  • File Size: 15KB થી ઓછી

કેવી રીતે અપલોડ કરશો?

  1. Browse” બટન પર ક્લિક કરો.
  2. તમારું JPG ફાઈલ પસંદ કરો જેમાં તમારું ફોટો અથવા સહી સેવ થયેલું છે.
  3. Open” બટન પર ક્લિક કરો અને પછી “Upload” બટન દબાવો.
  4. તમે ફોટો અને સહી બંને સફળતાપૂર્વક અપલોડ કરી લેશો તો તેઓ સ્ક્રીન પર દેખાશે.

ખાસ નોંધ:

  • ફક્ત તે જ ફોટો અને સહી જે અપલોડ કરવામાં આવી છે, તે જ હાજરી પત્રક, લેખિત પરીક્ષા, અને મણમૂક તબક્કે માન્ય રહેશે.
  • જો તમે જુદા-જુદા તબક્કે જુદા ફોટા કે સહી રજૂ કરો છો, તો તમારી પસંદગી રદ પણ થઈ શકે છે.
  • દરેક તબક્કે પ્રમાણમાં યોગ્ય ફોટોગ્રાફ રજૂ કરવો, તમારી જવાબદારી રહેશે.
બિન અનામત વર્ગઅનામત વર્ગ
પરીક્ષાની ફી500400

પરીક્ષા પદ્ધતિ :

લેખિત પરીક્ષાનું મુદ્દાવાર વિભાજન – GSSSB વાયર્મેન ભરતી 2025

ક્રમવિષયનું નામગુણ
તાર્કિક કસોટીઓ તથા Data Interpretation૩૦
ગણિતમુલક કસોટીઓ૩૦
કુલ ગુણ૬૦
ક્રમવિષયનું નામગુણ
ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો (Current Affairs), ગુજરાતી અને અંગ્રેજી comprehension૩૦
સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો૧૨૦
કુલ ગુણ૧૫૦

GSSSB પરીક્ષા પરિણામ અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ (2025)

1. Part-A અને Part-B માટે અલગ લઘુત્તમ ગુણવત્તા ધોરણ (Qualifying Standards):

  • ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ તારીખ: 08/11/2023 અનુસાર,
    • Part-A અને Part-B – બંને માટે અલગ લઘુત્તમ ગુણવત્તા ધોરણ રહેશે.
    • આનો અર્થ એ કે બંને વિભાગમાં ઉમેદવારોએ અલગ-અલગ કમથી ઓછું 40% ગુણ લાવવા ફરજિયાત છે.

2. લઘુત્તમ ગુણવત્તા ધોરણ – 40%:

  • Part-A અને Part-B બંનેમાં સૌ ફાળવણી કેટેગરીઓ માટે લઘુત્તમ 40% ગુણ આવશ્યક છે.
  • ઉદાહરણ તરીકે, જો Part-A માટે 60 માંથી પેપર હોય તો ઓછામાં ઓછા 24 ગુણ, અને Part-B માટે 120 માંથી 48 ગુણ આવશ્યક છે.
  • કોઈપણ જાતની છૂટછાટ રાખવામાં આવતી નથી — તમામ કેટેગરીના ઉમેદવારો માટે નિયમ સમાન છે.

3. પરિણામ જાહેર કરવા અંગે:

  • સ્પર્ધાત્મક પરીક્ષા પૂરી થયા પછી, જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેશે, તેમનું અનંતિમ (provisional) પરિણામ GSSSBની અધિકૃત વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે.
  • પરિણામ જાહેર બાદ અરજીના અન્ય તબક્કાઓ જેમ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ફાઇનલ સિલેક્શન વગેરે શરૂ થશે.

note:

દરેક ઉમેદવારે બંને વિભાગમાં લઘુત્તમ ગુણ પ્રાપ્ત કરવા જરૂરી છે, નહીં તો તેઓ પ્રોસેસમાંથી બહાર રહી શકે છે.
પરિણામ જોઈને વધુ માહિતી માટે નિયમિત GSSSB વેબસાઈટની મુલાકાત લેવી.
આ પ્રકારની ભરતી પ્રક્રિયામાં લાયકાત ગુણ મેળવવી હોય તો સંપૂર્ણ તૈયારી સાથે હાજર રહેવું ખૂબ જ આવશ્યક છે.

Join WhatsApp

Join Now

Leave a Comment