GSSSB Work Assistant Bharti 2026: માર્ગ અને મકાન વિભાગમાં 336 જગ્યાઓ માટે મોટી તક

GSSSB Work Assistant Bharti 2026

જો તમે સિવિલ ડિપ્લોમા ધરાવતા હો અને સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હો, તો હવે રાહ પૂરી થઈ ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ (વર્ગ-3) માટે કુલ 336 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે. રાજ્યભરના હજારો યુવાનો માટે આ ભરતી એક નવી આશા લઈને આવી છે. GSSSB Work Assistant Bharti 2026

16 જાન્યુઆરીથી ઓનલાઈન અરજી શરૂ

  • આ ભરતી માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા
  • 16 જાન્યુઆરી 2026 બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને
  • 30 જાન્યુઆરી 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી ચાલશે.

GSSSB Work Assistant Bharti 2026અરજી માત્ર OJAS વેબસાઇટ મારફતે જ કરી શકાશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે અરજી કરતા પહેલા જાહેરનામું એકવાર ધ્યાનથી વાંચી લે, કારણ કે નાની ભૂલ પણ અરજી રદ થવાનું કારણ બની શકે છે.

રાજ્યભરમાં અલગ–અલગ કચેરીઓમાં ભરતી

GSSSBની જાહેરાત મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ માર્ગ અને મકાન વિભાગની કચેરીઓમાં વર્ક આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવશે. કુલ 336 જગ્યાઓ તમામ કેટેગરી મુજબ અનામત સાથે ફાળવવામાં આવી છે.

ખાસ ડિપ્લોમા ધારકો માટે ભરતી

આ ભરતીની સૌથી મહત્વની બાબત એ છે કે અહીં માત્ર ડિપ્લોમા સિવિલ ધરાવતા ઉમેદવારોને જ તક મળશે.
B.E. Civil અથવા ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે પાત્ર નહીં ગણાય.

  • આ સાથે ઉમેદવાર પાસે:
  • કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન
  • ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન
  • હોવું ફરજિયાત રાખવામાં આવ્યું છે.

ઉંમર મર્યાદા

30 જાન્યુઆરી 2026ના રોજ ઉમેદવારની ઉંમર 18થી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
SC, ST, SEBC, મહિલા, દિવ્યાંગ અને માજી સૈનિકોને સરકારના નિયમ મુજબ વધારાની છૂટછાટ મળશે.

શરૂઆતમાં ₹26,000 ફિક્સ પગાર

GSSSB Work Assistant Bharti 2026 પસંદ થયેલા ઉમેદવારોને શરૂઆતના પાંચ વર્ષ માટે દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળશે. ત્યારબાદ તેમની કામગીરી સંતોષકારક રહે તો 7મા પગાર પંચ મુજબ લેવલ-4 (₹25,500 થી ₹81,100)ના પગાર ધોરણમાં નિયમિત કરવામાં આવશે.

અરજી માટે ક્યાં જવું?

  • અરજી માટે:
    ojas.gujarat.gov.in
  • ભરતીના અપડેટ માટે:
    gsssb.gujarat.gov.in

Join WhatsApp

Join Now

Leave a Comment