યુનિ. દ્વારા કોલેજો પાસેથી વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ માટે બાંહેધરી લેવામાં આવશે

યુનિ. દ્વારા કોલેજો પાસેથી વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ માટે બાંહેધરી લેવામાં આવશે ઉતર ગુજરાતની કોલેજોમાં ૯૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશ લેશે Guarantee for hngu enrollment form 2024

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને વિભાગોમાં નવા વર્ષનું પ્રથમ શૈક્ષણિક કાર્ય પૂર્ણ થવા આવ્યું છે અને આગામી સમયમાં પ્રથમ સેમિસ્ટરના વિદ્યાર્થીની પરીક્ષાનું આયોજન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવનાર છે. ત્યારે હાલમાં કોલેજોમાંથી વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ થઈને યુનિવર્સિટીમાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓને તેમના એનરોલમેન્ટના નંબરો ફાળવવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે યુનિવર્સિટીએ આ વર્ષે પ્રથમવાર જે કોલેજમાંથી એનરોલમેન્ટની યાદી આવી છે તે નિયમ મુજબ આવી છે તે માટે

કોલેજો પાસેથી બાંહેધરી પત્રક લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે

અભ્યાસક્રમોની ૭૮૦ જેટલો કોલેજો જોડાયેલી છે ત્યારે દર વર્ષે આ કોલેજમાં ૯૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પ્રથમ સેમિસ્ટરમાં પ્રવેશ લેતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે દિવાળી પહેલા જૂન માસથી સેમિસ્ટર-૧ના અભ્યાસક્રમો શરૂ થયા હતા તે વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ જે તે કોલેજ અને યુનિવર્સિટી સંલગ્ન વિભાગોમાં કરવામાં આવેલા છે

ત્યારે તે એનરોલમેન્ટ થઈ ગયા બાદ કોલેજોને વિભાગો દ્વારા તે વિદ્યાર્થીઓના એનરોલમેન્ટની યાદીઓ યુનિવર્સિટીમાં મોકલી આપવામાં આવેલી છે. જે યાદીના આધારે હવે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને તેમને એનરોલમેન્ટ નંબર ફાળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે. ત્યારે યુનિવર્સિટી આ વર્ષે સૌપ્રથમવાર જે કોલેજોની એનરોલમેન્ટ નંબર ફાળવવા માટે અરજી આવે છે તે અરજીઓમાં જે એનરોલમેન્ટની પ્રક્રિયા કોલેજ દ્વારા કરવામાં આવેલી છે તે ઈઆરપી મુજબ અને યુનિવર્સિટીના નીતિનિયમો મુજબ કરવામાં આવી છે અને તેને સંપૂર્ણ જવાબદારી જે તે કોલેજોની રહેશે તેવી બાંહેધરી પત્રક લેવામાં આવી રહ્યા છે તેમ યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો