હાઇકોર્ટની આસિસ્ટન્ટ ની પરીક્ષા પૂરી થઈ પણ રીઝલ્ટ જાહેર કરવામાં થશે વિલંબ

ગુજરાત હાઈકોર્ટમાં આસિસ્ટન્ટ પદની ભરતીને લઈને હાલ કેટલીક મુશ્કેલીઓનો સામનો થઈ રહ્યો છે. આ પરીક્ષાની પ્રક્રિયા દોઢ વર્ષથી ચાલુ છે, જેમાં કેટલાક તબક્કા પૂર્ણ થયા પછી હજુ પણ ટાઈપિંગ પરીક્ષાના પરિણામમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ઘણા ઉમેદવારોમાં નિરાશા અને તણાવ સર્જાયો છે. gujarat high court assistant result 2024

આ ભરતીની પ્રક્રિયા ૨૮ એપ્રિલ, ૨૦૨૩થી શરૂ થઈ હતી, જેમાં ઉમેદવારો પાસેથી ઓનલાઈન એપ્લિકેશન મંગાવવામાં આવી હતી. ત્યારબાદ ૨૫ જૂન, ૨૦૨૩ના રોજ એલીમિનેશન ટેસ્ટ અને ઓગસ્ટ ૨૦૨૩માં મુખ્ય લેખન પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં કુલ ૩૮૪૮ ઉમેદવારો સફળ થયા હતા, જેમણે ટાઈપિંગ ટેસ્ટ માટે જોગવાઈ પૂરી કરી હતી. ટાઈપિંગ પરીક્ષા પુરી થવાથી હવે પરીક્ષાના અંતિમ પરિણામની રાહ જોવાઈ રહી છે.

ટાઈપિંગ પરીક્ષાને સવા વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પરિણામ જાહેર કરવામાં વિલંબ થવાથી, હાઈકોર્ટમાં આસિસ્ટન્ટ પદ માટેની આશા ધરાવતા ઘણા ઉમેદવારોમાં નિરાશા પેદા થઈ છે.

પરિણામ વહેલી તકે જાહેર કરી, અંતિમ પસંદગી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે હાઈકોર્ટ પાસે ઉમેદવારો દ્વારા માંગણી કરવામાં આવી છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો