GSEB: ધોરણ 10 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે મહત્વની અપડેટ,બોર્ડ દ્વારા આ વિષયોને અલગ કરવામાં આવશે

GSEB:  ધોરણ 10 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે પુસ્તકને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા છે આપ સૌને જણાવી દઈએ તો આગામી વર્ષમાં ધોરણ 10 માં ગણિત વિષયના બે અલગ અલગ પુસ્તક કરવા માંગ કરવામાં આવી રહી છે હાલમાં જ મીડિયા રિપોર્ટમાં સામે આવ્યો છે કે ગુજરાત શિક્ષણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં રજૂઆત કરવામાં આવી છે કે ધોરણ 10 ના ગણિત વિષયના બે અલગ અલગ પુસ્તક કરવામાં આવે આપ સૌને ખ્યાલ જ હશે કે ધોરણ 10માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત વિષયના પુસ્તકો અલગ અલગ કરવા બોર્ડમાં રજૂઆત કરવામાં આવી છે આ પુસ્તક અલગ-અલગ કરવાથી વિદ્યાર્થીઓ મિત્રોને ફાયદો થશે કે નુકસાન તે હજુ સુધી કોઈ પણ સ્પષ્ટ માહિતી સામે નથી આવી

અત્યાર સુધીમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આપ સૌને વિગતવાર માહિતી આપીએ તો આ વર્ષે ગણિત વિષયમાં 78,000 જેટલા વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિત વિષયની પરીક્ષા આપશે જ્યારે બેઝિક ગણિત માટે સાત લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે ગણિત વિષયમાં સહેલાઈથી પાસ થવા માટે બેઝિક ગણિત વિષય ખૂબ જ વિદ્યાર્થીઓ મિત્રો માટે અગત્યનું હોય છે બેઝિક ગણિત પ્રત્યે વધુ ઝુકાવને જોતા બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતના પુસ્તકો અલગ અલગ તૈયાર કરવા બોર્ડમાં રજૂઆત કરવામાં આવી છે આવનારા દિવસોમાં આ અંગે બોર્ડ દ્વારા નિર્ણય લેવાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ વધારે પડતા વિદ્યાર્થી મિત્રો બેઝિક ગણિત સ્ટાન્ડર્ડ તરફ આગળ વધી રહ્યા છે

હાલમાં ગણિત વિષય પર ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પહેલા કરતા થોડુંક સહેલું હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે પરંતુ વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ ગણિતના ટોપિક ના ભણવાતા હોય તે પણ ભણવા પડે છે  તેવી માહિતી પણ સૂત્રોના માધ્યમથી જાણવા મળી રહે છે પરંતુ સૌથી મોટો ફાયદો વિદ્યાર્થી મિત્રોને બેઝિક ગણિત અભ્યાસ કરવા પર થતો હોય છે તેમજ જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતના ટોપીક ભણવા જ નથી માંગતા તેમને આગળ જતા કારકિર્દી માટે ખૂબ જ મુશ્કેલીઓ થતી હોય છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે હવે આવનારા દિવસોમાં બંને સબ્જેક્ટ અલગ અલગ કરવામાં આવશે કે એક સબ્જેક્ટ રાખવામાં આવશે તે નક્કી થશે

.

Join WhatsApp

Join Now

Leave a Comment