ધો. 9 થી 12 ના શિક્ષકો માટે નવા બદલીના નિયમો જાહેર, હવે બે વર્ષ બાદ જ બદલાની અરજી કરી શકાશે

New transfer rules announced for 9th to 12th teachers 2024 gujarat

ધો. 9 થી 12 ના શિક્ષકો માટે નવા બદલીના નિયમો જાહેર, હવે બે વર્ષ બાદ જ બદલાની અરજી કરી શકાશે રાજ્યના શિક્ષણ મંત્રીએ આજે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધો. 9 થી 12ના શિક્ષકો માટે બદલીના નવા નિયમોની જાહેરાત કરી છે. આ નિયમો મુજબ, હવે શિક્ષકોને બે વર્ષની નોકરી પૂર્ણ કર્યા બાદ જ બદલાની અરજી કરવાની મંજૂરી મળશે. શિક્ષણ મંત્રીએ આ નીતિની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ નવી યોજના હેઠળ વધુ પારદર્શક અને મેરિટ આધારિત પદ્ધતિથી બદલીઓ થશે. New transfer rules announced for 9th to 12th teachers 2024 gujarat

જિલ્લા ફેર-બદલી માટે ઓનલાઈન પ્રક્રિયા બદલીની અરજી પ્રક્રિયા

સંપૂર્ણપણે ઓનલાઈન સોફ્ટવેર મારફતે થશે. નિમણૂંકના જિલ્લાની કચેરી દ્વારા મંજૂર અરજીને સ્કૂલના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) પ્રમાણિત કરશે. આ પછી કમિશનર ઓફ સ્કૂલ કચેરી આ અરજીને મંજૂર કરી અંતિમ યાદી જાહેર કરશે. બદલીઓની આ આખી પ્રક્રિયા ઓનલાઈન હશે, અને હુકમ થયા બાદ શિક્ષકને ફરજીયાત છુટા કરવાની જવાબદારી તે શાળાના આચાર્ય અને DEO પર રહેશે.

મેરિટ પદ્ધતિ હેઠળ પોઈન્ટ્સ સિસ્ટમ નવી મેરિટ પદ્ધતિ 

શિક્ષકની બદલી માટે પોઈન્ટ્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને ધો.10-12ના બોર્ડ પરિણામો પરથી પોઈન્ટ્સ મળે છે. શૈક્ષણિક કાર્યકુશળતા માટે વધુમાં વધુ 10 પોઈન્ટ્સ, સેવાના સમયગાળા માટે 3 પોઈન્ટ્સ અને દિવ્યાંગતા, વિધવા અથવા વિધુર માટે 8 પોઈન્ટ્સનો સમાવેશ કરાયો છે. New transfer rules announced for 9th to 12th teachers 2024

દંપતી અને દિવ્યાંગ શિક્ષકોને ખાસ લાભ

દંપતીના કેસમાં બંને પતિ-પત્ની સરકારી નોકરીમાં હોય, તેમને પણ એડજસ્ટમેન્ટ કરાશે. 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા શિક્ષકોને તબીબી પ્રમાણપત્ર સાથે રાજ્ય કક્ષાની બદલીનો લાભ આપવામાં આવશે.

બદલીના નીતિમાં મહત્વપૂર્ણ સુધારા

આ નવા નિયમો હેઠળ, શિક્ષકોને બે વાર જ બદલીની તક મળશે અને વિધવા, વિધુર કે દિવ્યાંગ શિક્ષકો માટે વિશેષ જોગવાઈઓ છે. આ બદલીઓ માટે અગાઉ પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરવી આવશ્યક હતી, પણ હવે બે વર્ષ પછી જ બદલી માટે અરજીઓ મંજુર થશે.

Join WhatsApp

Join Now

Leave a Comment