રાજ્યની જુદી જુદી સરકારી પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ભરતી પહેલી વખત સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. ધો. 1થી 8માં શિક્ષકની ભરતી માટે તા.7મીથી ઓનલાઈન અરજી કરી શકાશે. વિદ્યાસહાયક ભરતીના નિયમ પ્રમાણએ ધો. 1થી 5માં ટેટ-1 અને ધો.6થી 8 માટે ટેટ-2ના 50 ટકા મેરિટ માટે ગણવામાં આવશે. આ ઉપરાંત ધો.9થી 12 માટે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે અરજી કરવા માટે આવતીકાલે છેલ્લો દિવસે છે. આમ, સ્કૂલોમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓને લઈને ચાલતાં વિવાદને થાળે પાડવા માટે આખરે ભરતી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે.
ધો.1થી 5 પ્રાથમિક અને ધો.6થી 8 માધ્યમિક એમ, બન્ને માટે સંયુક્ત ભરતી જાહેરાત આપવામાં આવી છે. ધો.1થી 8માં વિદ્યાસહાયકની 13852 જગ્યા માટે ભરતી પ્રક્રિયા અંતર્ગત આવતીકાલ 7મીથી લઈને 16મી નવેમ્બર સુધી અરજી કરી શકાશે. આ વખતે મેરિટ તૈયાર કરવાની પધ્ધતિમાં કરાયેલી ફેરફાર પ્રમાણે ધો.1થી 5 માટે મેરિટ બનાવવામાં ટેટ-1ના 50 ટકા અને ધો.12ના 20 ટકા ઉપરાંત સ્નાતકના 5 ટકા primary teachers recruitment 2024 gujarat
અને પીટીસીના 25 ગુણાંક પ્રમાણે ગણતરી કરવાની રહેશે. આ જ રીતે ધો.6થી 8 માટે ટેટ-2માં પરિણામના 50 ટકા અને ગ્રેજ્યુએશન એટલે સ્નાતકના 20 ટકા અને પોસ્ટ ગ્રેજ્યુએશનના 5 ટકા ઉપરાંત બી.એડના 25 ટકા ગુણને ધ્યાનમાં લેવામાં આવશે. આ ઉપરાંત ધો.9થી 12 સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષક સહાયકની ભરતી માટે ઓનલાઇન અરજી કરવાનો આવતીકાલ 7મીએ છેલ્લો દિવસ છે. આ ભરતીમાં ધો.9થી 10ની 3517 અને ઉચ્ચત્તર માધ્યમિકની એટલે કે ધો.11-12ની 4092 શિક્ષકની જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની 7609 જગ્યાઓની ભરતી માટે મેરિટ બનાવવાની પ્રક્રિયામાં ધો.9-10 શિક્ષક માટે ટાટ સેકન્ડરીના પરિણામ અને ધો.11-12ના શિક્ષક માટે ટાટ હાયર સેકન્ડરીના માર્કસને ધ્યાનમાં લેવામાં આવશે. આ સિવાય ભરતીની સાથે સાથે શિક્ષકોની વધ-ઘટ માટેના કેમ્પનું પણ આગામી 11મી નવેમ્બરે આયોજન કરવામાં આવ્યું છે. આમ, ધો.6થી 8માં શિક્ષક માટે ટેટ-2ના 50 ટકા, સ્નાતકના 20, પી.જી.ના 5 અને બી.એડના 25 ટકા ગણવામાં આવશે. ધો.11-12માં શિક્ષક માટે દ્વિસ્તરીય ટેટ-2ના આધારે જ મેરીટ તૈયાર કરવામાં આવશે.
Important Links
Apply Online | Click Here |
Notification | Download |