રેલવેમાં 2801 એપ્રેન્ટિસ ભરતી 2026 10મું પાસ અને ITI- યુવાનો માટે સરસ તકલાયકાત

Railway Recruitment 2801 Apprentice

ભારતીય રેલવેમાં સરકારી નોકરી કરવાની ઈચ્છા રાખતા યુવાનો માટે એક સારો મોકો આવ્યો છે. સાઉથ સેન્ટ્રલ રેલવે (SCR) દ્વારા 2801 એપ્રેન્ટિસ પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રેલવે એપ્રેન્ટિસ ભરતી 2801 Railway Recruitment 2801 Apprentice

જો તમે 10મી પાસ હો અને સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ ધરાવતા હો, તો તમે આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકો છો.

કુલ ખાલી જગ્યાઓ

આ ભરતીમાં કુલ 2801 પદો માટે ઉમેદવારો પસંદ કરવામાં આવશે.

ટ્રેડ મુજબ જગ્યાઓ

ટ્રેડજગ્યાઓ
AC મિકેનિક251
કારપેન્ટર22
ઇલેક્ટ્રોનિક મિકેનિક88
ઇલેક્ટ્રિશિયન1258
ફિટર539
મશીનિસ્ટ54
પેઇન્ટર32
COPA181
ડીઝલ મિકેનિક105
ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ33
મોટર મિકેનિક12
મિકેનિક મશીન ટૂલ્સ મેન્ટેનન્સ (MMTM)24
વેલ્ડર202

જરૂરી શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અરજી કરવા માટે નીચેની લાયકાત જરૂરી છે:

  • ઉમેદવાર ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10મી પાસ હોવો જોઈએ
  • સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ હોવું જરૂરી છે
  • ITI માન્ય સંસ્થા અથવા બોર્ડમાંથી કરેલું હોવું જોઈએ

મહત્વની તારીખો

માહિતીતારીખ
અરજી શરૂશરૂ થઈ ગઈ છે
અરજી કરવાની છેલ્લી તારીખ11 એપ્રિલ 2026
ઉંમર ગણતરીની તારીખ11 એપ્રિલ 2026

પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી મેરિટ આધારિત કરવામાં આવશે.

પસંદગીની પ્રક્રિયા સામાન્ય રીતે નીચે મુજબ રહેશે:

  1. 10મી અને ITIના ગુણ આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે
  2. પસંદ થયેલા ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી થશે
  3. ત્યારબાદ ઉમેદવારોને ટ્રેનિંગ માટે પસંદ કરવામાં આવશે

Railway Recruitment 2026 Apply Online

RRC SCR Apprentice Apply OnlineApply Now
Official WebsiteRRC SCR

Join WhatsApp

Join Now

Leave a Comment