RRB NTPC Recruitment 2024:રેલ્વેમાં 12 પાસ માટે 3000 થી વધુ ભરતી, અરજી શરૂ રેલવેમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ NTPC 10+2 ની ત્રણ હજારથી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો RRBની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે.
RRB NTPC UG ખાલી જગ્યા વિગતો: પોસ્ટ મુજબની ખાલી જગ્યા
- કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક: 2022 પોસ્ટ્સ
- એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ: 361 પોસ્ટ્સ
- જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ: 990 પોસ્ટ્સ
- ટ્રેન ક્લાર્ક: 72 પોસ્ટ્સ
- કુલ ખાલી જગ્યાઓ: 3445
કોણ અરજી કરી શકે છે?
આ માહિતી મુજબ, 12મી (10+2) પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકે છે. જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે 12મામાં ઓછામાં ઓછા 50% ગુણ અનિવાર્ય છે, જ્યારે SC, ST અને વિકલાંગ ઉમેદવારો માટે ફક્ત પાસ થવું જરૂરી છે.
વય મર્યાદા 1 જાન્યુઆરી, 2025 સુધીની ગણાશે, જેમાં ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 35 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
હમણાં જ અરજી કરવા અહીં ક્લિક કરો-
અરજી ફી
જનરલ/OBC/EWS કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા, SC/ST/PWD ઉમેદવારોએ 250 રૂપિયા અને તમામ મહિલા ઉમેદવારોએ 250 રૂપિયા ચૂકવવા પડશે.