સરકારનો નિર્ણય હવે ધોરણ 1 થી 12 ના વિષયમાં થશે ફેરફાર, જાણો અહી થી વિષય std 1 to 12 textbook change in gujarat
ગુજરાત બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 1 થી 8ના અભ્યાસક્રમમાં મોટા ફેરફારો જાહેર કર્યા છે, જેમાં 19 પાઠ્યપુસ્તકોને રદ કરીને નવા અમલમાં મુકવામાં આવશે. આ ફેરફારોમાં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, અને અન્ય વિષયો સામેલ છે. ધોરણ 12માં પણ અર્થશાસ્ત્રના પુસ્તમાં એક નવું પ્રકરણ ઉમેરાશે.
ધોરણ 3 અને 6 માટે એનસીઇઆરટીના નવા પાઠ્યપુસ્તકો ગુજરાતી માધ્યમમાં પ્રસિદ્ધ કરાયા બાદ ત્વરિત અમલમાં મૂકાશે. ધોરણ 8માં ગણિત અને વિજ્ઞાનના દ્રિભાષી પુસ્તકો (અંગ્રેજી, ગુજરાતી સાથે) ઉપલબ્ધ કરાશે.
ઉપરાંત, 4092 શિક્ષણ સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સરકારી અને બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે નોકરીના અવસર ઉપલબ્ધ થશે.
શૈક્ષણિક વર્ષ 2025-26 માટે નવા પાઠ્યપુસ્તકો નીચે મુજબ અમલમાં આવશે:
ધોરણ | નવું પાઠ્યપુસ્તક |
---|---|
ધો-1-2 | ગુજરાતી, ગુજરાતી દ્વિતીય ભાષા |
ધો-3 | ગણિત, પર્યાવરણ |
ધો-6 | ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાગી શિક્ષણ, મરાઠી |
ધો-8 | વિજ્ઞાન (દ્વિભાષી), ગુજરાતી પ્રથમ ભાષા |
ધો-12 | અર્થશાસ્ત્ર: પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણનો પ્રકરણ |