હવે સરકારી સ્કૂલોમાં ધો-5 અને 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે

Students of Std-5 and 8 can be failed

હવે સરકારી સ્કૂલોમાં ધો-5 અને 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે કેન્દ્ર સરકારે તેના સંચાલિત સ્કૂલોમાં ધોરણ 5 અને 8 માટે ‘નો-ડિટેન્શન’ પોલિસીને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનું મતલબ એ છે કે હવે આવા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવુંશે, જેમણે વર્ષના અંતે યોજાતી પરીક્ષાઓમાં યોગ્ય માર્ક્સ મેળવી શકતા નથી. 2019માં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE)માં કરાયેલા સુધારા બાદ, ઓછામાં ઓછા 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોએ આ પદ્ધતિને અમલમાં મૂક્યું હતું. Students of Std-5 and 8 can be failed

આ નોટિફિકેશન 3,000થી વધુ સ્કૂલોમાં લાગુ થશે

શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી મુજબ, આ નોટિફિકેશન 3,000થી વધુ કેન્દ્રિય સંચાલિત સ્કૂલો, જેમકે કેન્દ્રીય વિદ્યાલયો, નવોદય વિદ્યાલયો અને સૈનિક શાળાઓ પર લાગુ થશે. જોકે, સ્કૂલના અભ્યાસક્રમનો નિર્ણય રાજ્ય સરકાર પર આધાર રાખે છે, એટલે તે આ નિયમ પર રાજયસ્તરે પોતાનો નિર્ણય લઈ શકે છે. અત્યાર સુધીમાં, 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની સ્કૂલોમાં ‘નો-ડિટેન્શન’ પોલિસી નાબૂદ કરવામાં આવી છે.

રેલ્વે ગ્રુપ-ડીની 32438 જગ્યાઓ માટે ભરતી, અરજીઓ ક્યારે શરૂ થશે જાણો

વિદ્યાર્થીઓને સુધારા માટે તક

ગેઝેટ નોટિફિકેશન અનુસાર, હવે જો કોઈ વિદ્યાર્થી બઢતી માટેના માપદંડોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય, તો તેને પરિણામ જાહેર થવાના બે મહિના પછી નવું મોકો મળશે. વિદ્યાર્થીને વધુ તૈયારી માટે સમય આપવામાં આવશે અને તે ફરીથી પરીક્ષા આપી શકશે.

Join WhatsApp

Join Now

Leave a Comment