ગૌણ સેવા મંડળની ટેકનિકલ પરીક્ષા હવે ગુજરાતીમાં આપી શકાશે

Subordinate Services Board Technical Examination

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટેકનિકલ પોસ્ટની ભરતીમાં હવે પરીક્ષા ગુજરાતીમાં પણ આપી શકાશે. અત્યાર સુધી ટેકનિકલ પરીક્ષાના પ્રશ્નો અંગ્રેજીમાં અને તેના જવાબો પણ અંગ્રેજીમાં લખવા ફરજિયાત હતા. બદલાયેલા નિયમને કારણે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ફાયદો થશે. બદલાયેલો નિયમ આવનારી ભરતીથી લાગુ કરાશે. મંડળના અધિકારીઓના જણાવ્યા મુજબ, ઉમેદવારોની વારંવાર રજૂઆતને કારણે ટેકનિકલ ભરતીમાં ફેરફાર કરાયો છે. અત્યાર સુધી ટેકનિકલ ભરતીમાં પ્રશ્નો અંગ્રેજી ભાષામાં આવતા હતા. જેના સ્થાને હવે આ પ્રશ્નો પણ ગુજરાતીમાં આવશે. ઉપરાંત ગુજરાતી ભાષામાં પરીક્ષા આપનારા લોકોની સંખ્યા પણ વધારે છે. વધારે લોકો પરીક્ષામાં જોડાય તે માટે આ નિર્ણય લેવાયો છે. Subordinate Services Board Technical Examination

ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે, મોટાભાગે વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ કે અન્ય કોર્સ ગુજરાતી માધ્યમમાં કરેલો હોય છે. જેથી તેઓ પ્રશ્ન સમજી જાય છે પરંતુ તેને અંગ્રેજીમાં લખવા માટે વધારે સમય લાગે છે. ઉપરાંત ઉમેદવારોને અંગ્રેજીમાં લખવા માટે ઘણી ભૂલો પણ થાય છે. જેથી તેના મેરિટ પર તેની અસર થાય છે. અંગ્રેજીને કારણે ઘણા ઉમેદવારો પરીક્ષા આપી શકતા ન હતા, પરંતુ હવે પરીક્ષા આપનારા ઉમેદવારો વધશે. ઉપરાંત પ્રશ્નો સમજી શકવાને કારણે તેની અસર મેરિટ પર પણ થશે.

Join WhatsApp

Join Now

Leave a Comment