યુનિવર્સિટીના છાત્રોને નવા વર્ષમાં ક્યૂઆર કોડ વાળી માર્કશીટ મળશે

યુનિવર્સિટીના છાત્રોને નવા વર્ષમાં ક્યૂઆર કોડવાળી માર્કશીટ મળશે University students will get mark sheet with QR code in new year નવા વર્ષમાં છાત્રો માટે શુભ સમાચાર: છાત્રો પોતાની માર્કશીટ હાર્ડ કોપીની સાથે ક્યૂઆર કોડ સ્કેન કરતાં સોફ્ટ કોપીમાં ઓનલાઈન જોઈ શકશે યુનિવર્સિટીના છાત્રોને નવા વર્ષમાં ક્યૂઆર કોડવાળી માર્કશીટ મળશે

નવા વર્ષમાં જ છાત્રોને ક્યૂઆર કોડ વાળી માર્કેટ મળતી થઈ જશે, સ્કેન કરતા છાત્રો સોફ્ટ કોપીમાં તેમના પરિણામ ઓનલાઇન જોઈ શકશેઃ નિયામક

WhatsApp Channel Join
telegram Channel Join

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ડિજિટલ યુગને લઈ છાત્રોના પરીક્ષાના પરિણામની માર્કશીટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં હવે નવાં વર્ષથી છાત્રોની માર્કશીટમાં કયુંઆર (QR) કોડ પ્રિન્ટ કરવામાં આવશે.જેનાથી છાત્રો હાર્ડ કોપીની સાથે ઓનલાઈન સોફ્ટ કોપીમાં માર્કશીટ જોઈ શકશે. સાથે હવેથી હાર્ડ કોપીની સાથે સોફ્ટ કોપીમાં ડિજિટલ લોકર માં તેમની માર્કશીટ સચવાશે. નોકરી સમય સંસ્થાઓ અને કંપનીઓ ઓનલાઈન જ માર્કશીટનું વેરિફિકેશન પણ કરી શકશે. યુનિવર્સિટીમાં ડિજિટલાઈઝેશનનાં ભાગરૂપે

સરકારના આદેશ મુજબ નેશનલ એકેડમી ડિપોઝીટરી (NID) પોર્ટલ ઉપર પરીક્ષા વિભાગ દ્વારા છાત્રોના પરીક્ષાના રેકોર્ડ (માર્કશીટ) અપલોડ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ નવી શિક્ષણ નીતિ અને ઈઆરપી અંતર્ગત પરીક્ષા વિભાગ દ્વારા છાત્રોના પરિણામની ફોર્મેટમાં પણ હવે ફેરફાર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના જમાનામાં હાર્ડ કોપીની સાથે સોફ્ટ કોપી પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન ઉપલબ્ધ રહે માટે તેમની માર્કશીટ ની અંદર QR કોડ મૂકવામાં આવનાર છે. આ QR કોડની મદદથી છાત્રો સ્કેન કરીને તેમની માર્કશીટ ઓનલાઈન પણ જોઈ શકશે. અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરીને શેર પણ કરી શકશે. જેથી હવે છાત્રોને હાર્ડ કોપીની સાથે મોબાઈલની અંદર જોઈ શકાય તેવી સોફ્ટ કોપીમાં માર્કશીટ ઉપલબ્ધ થશે તેને લઈ તેમને માર્કશીટ જોવાનો અને મોકલવામાં સરળતા રહેશે. પરીક્ષા નિયામક મિતુલ દેલીયા જણાવ્યું હતું કે પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષાના પરિણામની માર્કશીટમાં ક્યુઆર કોડ મુકવાની મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી હોય નવા શૈક્ષણિક વર્ષમાં લેવામાં આવનાર પરીક્ષાઓમાં જ છાત્રોને આપવામાં આવનાર માર્કસીટમાં ક્યુ આર કોડ પ્રિન્ટ કરવામાં આવશે. જેને સ્કેન કરતા છાત્રો તેમનું પરિણામ ઓનલાઈન સોફ્ટ કોપીમાં જોઈ શકશે.

Leave a Comment