પાલનપુર બનાસકાંઠા ન્યૂઝ :જિલ્લાના સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની 1000થી વધુ જગ્યાઓ ખાલી છે. વિદ્યા સહાયકની ભરતી માટે 7 થી 16 નવેમ્બર 2024 સુધીમાં 10 દિવસમાં કુલ 3564 ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભર્યાં. Vidhyasahayak Bharti News Today
જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષણ પ્રક્રિયા સતત હાથ ધરવામાં આવી રહી છે. જામપુરા પ્રાથમિક શાળામાં લાઈટના ફોક્સ ચાલુ રાખીને રાત્રે મોડા સુધી દરરોજ 700થી વધુ ફોર્મ ચકાસવામાં આવ્યા.
- ગણિત-વિજ્ઞાન: સૌથી વધુ ઉમેદવારો (1299) અને સૌથી વધુ ફી (1,34,400).
- અંગ્રેજી: 408 ફોર્મ સાથે 49,000 રૂપિયાની ફી.
- સામાજિક વિજ્ઞાન: 953 ઉમેદવારો સાથે 96,600 રૂપિયાની ફી, ઉમેદવારોની સંખ્યામાં બીજા ક્રમે.
- અન્ય: માત્ર 13 ફોર્મ સાથે સૌથી ઓછી ફી (1,600).
કુલ 3,65,600 રૂપિયા ફી. વિવિધ વિષયોમાં ઉમેદવારોનો રસ અને ભાગ લેવાની સંખ્યા કેવી છે.\
ઉમેદવારો માટે અગત્યની માહિતી
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. વિનુભાઈ પટેલે જણાવ્યુ હતું કે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં 13,000 વિદ્યા સહાયકોની ભરતી માટે ધોરણ 1 થી 5 અને 6 થી 8માં ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે.
જિલ્લામાં 19 નવેમ્બર સુધી રીસીવિંગ અને ચકાસણી પ્રક્રિયા ચાલુ રહેશે. આ પછી ગાંધીનગરમાં મેરીટ યાદી તૈયાર થશે અને પસંદગી પામેલા ઉમેદવારોને નિમણુક પત્ર આપવામાં આવશે.