આંગણવાડી વર્કર અને હેલ્પર કાયમી નોકરી માટે હકદાર ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

ગુજરાત હાઇકોર્ટે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ માટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા તેમને કાયમી નોકરીમાં સમાવેશ માટે હકદાર ગણાવ્યા છે. જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે આ કેસમાં 300થી વધુ રિટ અરજીઓની સુનાવણી બાદ રાજ્ય સરકારને આંગણવાડી કર્મચારીઓને કાયમી કરવાના આદેશ સાથે છ મહિનાની અંદર યોગ્ય નીતિ ઘડવાનું નિર્દેશ આપ્યો છે. Anganwadi Worker and Helper Permanent Jobs

ચુકાદામાં જણાવાયું છે કે આંગણવાડી કર્મચારીઓનું કામ રાઇટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યોરિટી જેવી અગત્યની યોજનાઓ સાથે સંકળાયેલું છે. તેમ છતાં, તેમને માત્ર સ્વૈચ્છિક અથવા માનદ સેવા તરીકે ગણાવવામાં આવે છે અને ઓછું વળતર આપવામાં આવે છે, જે તેમના અધિકારોનું ઉલ્લંઘન છે.

હુકમ અને સરકારના જવાબદારી:

રાજ્ય અને કેન્દ્ર સરકારને આંગણવાડી કર્મચારીઓને કાયમી કરવાના માટે નવી નીતિ ઘડવાની સુચના.
કાયમી કર્મચારીના હિસાબે પે સ્કેલ, પે બેન્ડ અને અન્ય લાભો આપવાની ફરજ.
હાઇકોર્ટે જણાવ્યું કે, આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સના કામ અને જવાબદારીઓના આધારે તેમની સાથે ન્યાય થવો જરૂરી છે. તેમના માટે કાયમી નોકરીની વ્યવસ્થા થાય તો તે યોગ્ય સમાનતાના અધિકાર હેઠળ છે.

આ ચુકાદા સાથે રાજયના હજારો આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ માટે ન્યાયની આશા જગાઈ છે, જે વર્ષોથી વધુ યોગ્ય વળતર અને માન્યતા માટે લડી રહ્યા છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો