Bharuch Accident : જૂનાગઢમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા સાત જેટલા લોકોના કરુણ મોત થયાના સમાચાર મળી રહ્યા છે તો બીજી તરફ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે ગમખવાળા અકસ્માત સર્જાયો હતો જેમાં મુસાફરો બસમાં ફસાઈ જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો
અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ કાફલોક ઘટના સ્થળે દોડી આવ્યો હતો સાથે જ મુસાફરોને બહાર કાઢવા માટે આસપાસના લોકો પણ ઉમટી ગયા હતા. સમાચાર મળી રહ્યા છે તે મુજબ કોઈપણ પ્રકારની જાનહાનિ ના સમાચાર નથી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલા આમલા ખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે
ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે જુનાગઢમાં આજે અકસ્માત થયો હતો વહેલી સવારે સમાચાર સામે આવ્યા હતા કે બે કાર વચ્ચે અકસ્માત થતા પાંચ વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા સાથે જ અન્ય સહિત સાત લોકોના મોત થયા હતા. ભરૂચમાં પણ લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો એસટી બસ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો ફસાઈ ગયા હતા જેમને બહાર કાઢવા માટે લોકો દોડી આવ્યા હતા. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો