Gujarat Weather : રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો જોર હોત તું જાય છે છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડી માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં જ હવામાન વિભાગ દ્વારા અગત્યની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તાપમાન નીચું ગયું છે ગાંધીનગર નલિયા તેમજ મોટાભાગના શહેરોમાં તાપમાન નીચું જતા ઠંડીમાં વધારો નોંધાયો હતો નલિયામાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયો હતો જ્યારે ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયો હતો. આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધારે પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી
આવતા મહિનામાં ઠંડીમાં થશે જોરદાર વધારો
હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં તાપમાન નીચું જ હતા ઠંડીમાં વધારો થશે હવામાન વિભાગના ડાયરેક્ટર દાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં પાંચથી સાત દિવસ દરમિયાન મોટો ફેરફાર થશે નહીં પરંતુ બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે તેના કારણે ઠંડી વધુ પડે તેવી શક્યતાઓ છે
વધુમાં હવામાન વિભાગના ડાયરેક્ટર દાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી નોંધાયો હતો જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નીચું તાપમાન હોવાથી અન્ય રાજ્યોમાં પણ તાપમાનમાં ઘટાડો થયો હતો છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 19.7 ડીગ્રી નોંધાયું હતું આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી
સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઠંડીનો પારો વધે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી હાલ સૌરાષ્ટ્ર ભરમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોવા વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી