Surat News: સુરતમાં એક પ્રેમિકાએ ત્રીજા માળેથી કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો છે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષ સાત મહિનાની તરુણી વરાછા વિસ્તારમાં રહેતી હતી ત્યાં યુવાન સાથે તેમને પ્રેમ થયો હતો ત્યારબાદ પ્રેમીએ લગ્નની લાલચ આપી તેમની સાથે સંબંધ બાંધ્યા હતા આ સાથે જ બાદમાં પ્રેમીએ અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા ગત શુક્રવારે બોલાચાલી થઈ હતી ત્યારબાદ તરુણીને મળવા માટે તેના ઘરે આમરોલીમાં બોલાવ્યો હતો. તરુણીને વાતોમાં ભોળવી સાથે આપઘાત કરવા છત ઉપર લઈ ગયો હતો
વધુમાં જણાવી દઈએ તો તરુણી ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી જ્યારે યુવાન ત્યાંથી નાસી છૂટ્યો હતો. તરુણી હોસ્પિટલમાં લઈ જવાતા ગર્ભવતી હોવાનું પણ ખુલાસો થયો છે યુવાનના કરતૂત ની જાળમાં પરિવારને થતા તેમના વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસ યુવાનની શોધ કરી રહી છે યુવાન સામે ફરિયાદ નોંધ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે
વધુમાં મળતી વિગતો અનુસાર ગીર સોમનાથ નો વતની અને હાલ સુરતમાં ચોપાટી સામે ઘનશ્યામ નગરમાં રહે છે જેમનું નામ સોહમ સાધુળભાઈ ગોહિલ છે સાડીના ખાતામાં કામ કરે છે તેમને અગાઉ સાડીના ખાતામાં કામ કરતી અને વરાછા વિસ્તારમાં રહેતી 17 વર્ષની યુવતી સાથે પ્રેમ થયો હતો તેમના સંપર્કમાં આવ્યા બાદ તેમને પ્રેમ જાળમાં ફસાવી હતી. તરુણી પણ તેના વતન તરફથી હોય બંનેની મિત્રતા આગળ વધી હતી ત્યારબાદ ઈન્સ્ટાગ્રામ મારફતે તેઓ બંને સંપર્કમાં આવીને પ્રેમસંબંધ માં બંધાયા હતા.સોહમે તરુણીને લગ્નની લાલચ આપીને તેમની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો જો કે ત્રણ મહિના અગાઉની અન્ય યુવતી સાથે સગાઈ થઈ જતા તરુણીને લાગી આવ્યું હતું અને ત્યારબાદ બંને વચ્ચે સામાન્ય વિવાદ થયો હતો