ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની મુખ્ય પરીક્ષા માટે અરજી કરવાની તારીખ જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ-A અને ગ્રુપ-Bની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલા ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે.

ગ્રુપ-A અને ગ્રુપ-Bની મુખ્ય પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરુ

મંડળ દ્વારા જાહેર કરાયેલ જાહેરાત અનુસાર, ગ્રુપ-A અને ગ્રુપ-Bની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ તા. 18/09/2024ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. આ પરિણામના આધારે મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલા ઉમેદવારોની કામચલાઉ યાદી તા. 19/09/2024ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

WhatsApp Channel Join
telegram Channel Join

આ યાદીમાં સામેલ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા આપવા માટે OJAS વેબસાઈટ પર તા. 15/10/2024ના રોજ 14.00 કલાકથી 25/10/2024ના રોજ 23.59 કલાક સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા તથા પસંદગી ક્રમ (Order Of Preference) આપવા અંગેની વિગતવાર સુચનાઓ મંડળની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવી છે.

સામાન્ય સંજોગોમાં, ગ્રુપ-A અને ગ્રુપ-Bની મુખ્ય પરીક્ષાઓનું આયોજન માહે-નવેમ્બર 2024ના છેલ્લા બે અઠવાડિયા દરમિયાન કરવામાં આવેલ છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

મહત્વની તારીખો

  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 15/10/2024
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 25/10/2024

વધુ માહિતી માટે: ઉમેદવારો મંડળની વેબસાઇટ https://ojas.gujarat.gov.in અથવા https://gssab.gujarat.gov.in પરથી વિગતવાર માહિતી મેળવી શકે છે.

ઓફિસિયલ નોટિફિકેશન : અહીં ક્લિક કરો 

Leave a Comment