Gujarat Weather: હવામાન અંગે ફરી એક વાર આગાહી કરવામાં આવી છે આપ સૌ જાણો છો કે શિયાળજની શરૂઆત થઈ ચૂકી છે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ઠંડી વધી રહી છે હાલમાં જ તાપમાન અને ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં પણ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે ઉત્તર ભારતમાં હિમવર્ષાની રાહ જોવાઈ રહી હતી તેની અસરો હવે ગુજરાતના હવામાન પણ પડતી રહી છે આગામી સમયમાં કેવા ફેરફાર રહેશે તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર પરથી આગાહી કરવામાં આવી છે
હવામાન કેન્દ્રના રામાશ્રય યાદવ વૈજ્ઞાનિક દ્વારા અગત્યની આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે આગામી સાત દિવસ મોટા ઘણા બધા ફેરફાર થવાની શક્યતાઓ નથી પરંતુ લઘુતમ તાપમાનમાં ઘટાડો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે લઘુતમ તાપમાન નો કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી આમ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ માં સામાન્ય વધારો થઈ રહ્યો છે તેમણે એ પણ જણાવ્યું હતું કે આગામી સાત દિવસ તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં પરંતુ ઠંડીમાં વધારો થઈ શકે છે
ગુજરાતમાં સૌથી વધુ ઠંડીની વાત કરીએ તો નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે ત્યાં 13 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાવ્યું હતું. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ લઘુતમ તાપમાન ઘટીને 15 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે સવારે વધારે ઠંડી અનુભવાય રહી છે હવામાન વિભાગે વધુમાં એ પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના અને ઉત્તરના પવનો ગુજરાતમાં આવી રહ્યા છે જેના કારણે ઠંડી વધુ અનુભવાય તેવી શક્યતાઓ છે