Gujarat Weather: ગુજરાતમાં આવે ઠંડીનું જોર ઘટશે અને ગરમી વધશે, જાણો હવામાન નિષ્ણાંતની મહત્વની આગાહી

Gujarat Weather:  ગુજરાતમાં ઠંડી ઘટી ગઈ છે અને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલ દ્વારા હાલમાં જ મહત્વની હવામાન અંગેની આગાહી કરવામાં આવી છે આપ સૌ જાણતા જશો કે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી ઘટતી જાય છે અને તાપમાનનો પારો વધતો જાય છે આવા સંજોગોમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરી છે ચલો જાણીએ શું છે મહત્વની આગાહી

આંબાલાલ પટેલે આગાહી કરતા મહત્વની ચેતવણી પણ આપી છે તેમણે જણાવ્યું છે કે 19 ફેબ્રુઆરીથી વધુ ગરમી પડી શકે છે 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ દરમિયાન  હવામાન રોગીષ્ટ રહેવાની શક્યતાઓ છે આ સાથે જ લોકોને સાવચેત રહેવું પડશે 23 ફેબ્રુઆરીથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કમોસમી વરસાદના પણ એંધાણ અંબાલાલ પટેલે વ્યક્ત કર્યા છે સાથે વેસ્ટન ડીસ્ટર્બ્સના કારણે સાયકોલોનીકલ સર્ક્યુલેશન  સજા છે જેમના કારણે રાજ્યમાં ભારે વરસાદની પણ શક્યતાઓ છે દેશના વિવિધ રાજ્યોમાં 13 ફેબ્રુઆરીથી હિમવર્ષા અને વરસાદ ચાલુ રહે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

વધુમાં અંબાલાલ પટેલ એ પણ જણાવ્યું હતું કે એક ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે જેના કારણે લઘુત્તમ તાપમાનનો પારો વધી શકે છે ફેબ્રુઆરીના અંત સુધીમાં હવામાનમાં મોટા પલટો આવી શકે છે માર્ચ મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટન્સ આવવાના કારણે માવઠું પણ પડી શકે છે

હવામાન વિભાગના કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસમાં હવામાન સુલક રહેવાની શક્યતાઓ છે ધીમે ધીમે તાપમાનનો પારો વધી શકે છે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની હાલમાં કોઈ શક્યતાઓ નથી પરંતુ હાલ સિઝન બદલાઈ રહી છે જેના કારણે થોડી ગરમીનો અનુભવ થશે આ લઘુતમ તાપમાન સામાન્યથી આસપાસ નોંધાય તેવી શક્યતાઓ છે

Join WhatsApp

Join Now

Leave a Comment