Jamnagar news:આઠ વર્ષની ભાણી સાથે મામાએ અડપલાં બાદ હત્યા કરી જાણો સંપૂર્ણ માહિતી

Jamnagar news

Jamnagar news :Jamnagarના Sikka ગામમાં એક ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યું છે, જ્યાં એક 8 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા થઈ છે. આ ઘ્રુણાસ્પદ કૃત્ય તેના જ કુટુંબી મામા નીતિન માણેક દ્વારા કરવામાં આવ્યું છે, જે બાદ આ મામલાને લઈને લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

સત્તાવાર માહિતી અનુસાર, માસુમ બાળકી તેના માતા સાથે મોટા બાપા ડોસાજી માણેકના ઘેર રહેતી હતી, જ્યાં નીતિન પણ હાજર રહેતો હતો. બાળકીએ કપડામાં પેશાબ કરી લેવાની આદતના કારણે નીતિન તેની સાથે વારંવાર મારકૂટ કરતો અને શારીરિક અડપલાં કરતો.

સોમવારના રોજ બાળકીની માતા બજારમાં ખરીદી માટે ગઈ હતી, ત્યારે નીતિને આ અવસરમાં બાળકીને ફસાવી તેની સાથે દુષ્કર્મ કર્યું અને ત્યાર બાદ બેફામ માર માર્યો. બાળકીને ગંભીર ઈજાઓ સાથે બેભાન હાલતમાં મળતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું.

સિક્કા પોલીસ મથકમાં પોક્સો એક્ટ હેઠળ નીતિન મેકના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે.

પતંગની દોરીથી ગળું કપાઈ જતાં એક યુવાનનું મોત, તાત્કાલિક હોસ્પિટલ

Join WhatsApp

Join Now

Leave a Comment