રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે વર્ષ ૨૦૨૪ના ખરીફ સિઝન અંતર્ગત મગફળી, મગ, અડદ અને સોયાબીન માટે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને તેઓ બજારમાં ઓછા ભાવે પાક વેચવા મજબૂર ન થાય.
આ પ્રાઈઝ સપોર્ટ સ્કીમ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવ નીચે પ્રમાણે છે:
- મગફળી: ₹૧૩૫૬.૬૦ પ્રતિ મણ
- મગ: ₹૧૭૩૬.૪૦ પ્રતિ મણ
- અડદ: ₹૧૪૮૦ પ્રતિ મણ
- સોયાબીન: ₹૯૭૮.૪૦ પ્રતિ મણ
ખરીદીની સમયમર્યાદા તા. ૧૧ નવેમ્બર ૨૦૨૪ થી ૮ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી (૯૦ દિવસ) રાખવામાં આવી છે.
કુલ ૧૬૦ ખરીદી કેન્દ્રો દ્વારા રાજ્યમાં ૧૧,૨૭,૦૦૦ મેટ્રિક ટન મગફળી અને ૯૨,૦૦૦ મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવામાં આવશે. જેની કુલ મૂલ્યે અનુક્રમે ₹૭૬૪૫ કરોડ અને ₹૪૫૧ કરોડ થશે.
ખેડૂતો માટે આ ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવવા માટે નિયમનુસાર ખેતપેદાશની ગુણવત્તા સાથે ખરીદી કેન્દ્ર પર હાજર રહેવું જરૂરી છે.