ટેકાના ભાવે ખેડૂતોએ વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે અરજી પ્રક્રિયા જાણો

નાફેડ ઈ-સમૃદ્ધિ પોર્ટલ 2024 માં ટેકાના ભાવે ખેડૂતોએ વેચાણ માટે નોંધણી કરાવવા માટે અરજી પ્રક્રિયા 3 ઓક્ટોબર, 2024 થી શરૂ થઇ હતી અને હવે 31 ઓક્ટોબર, 2024ની અગાઉથી નિર્ધારિત અંતિમ તારીખને લંબાવી 11 નવેમ્બર, 2024 સુધી કરી દેવામાં આવી છે. રાજ્યના દરેક પાત્ર ખેડૂતને ટેકાના ભાવે ખરીદીમાં લાભ મળી શકે તે માટે આ પ્રક્રિયા વિસ્તરાવવામાં આવી છે. tekana bhav 2024 gujarat registration

ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો:

  • આધાર કાર્ડ: ઓળખપત્ર તરીકે આધાર કાર્ડની નકલ.
  • મહેસૂલ રેકોર્ડ (ગામ નમૂના ૭/૧૨ અને ૮-અ): જમીન માલિકીની પુષ્ટિ માટે તાજા નકલો.
  • પાકની વાવણી અંગેનો દાખલો: જો ગામ નમૂના ૧૨માં પાકની નોંધ ન હોય તો તલાટીની સહી-મુહર સાથેનો વાવણીનો દાખલો.
  • બેંક પાસબુક: બેંક ખાતાની વિગતો માટે પાસબુકનું પ્રથમ પાનું અથવા કેન્સલ ચેક.

આ તારીખે PM કિસાનનો 19મો હપ્તો આવશે! pmkisan.gov.in 19મો હપ્તો 2024 કેવી રીતે ચેક કરવો તે જાણો

કૃષિ મંડળ અથવા ગ્રામીણ કેન્દ્રો પર રજીસ્ટ્રેશન:

  • ઓનલાઈન ફી: લઘુતમ ટેકાના ભાવે તુવેર, ચણા, અને રાયડો વેચાણ માટે રજીસ્ટ્રેશન મફતમાં છે.
  • વીઆરએ અથવા VCE ઓપરેટર મારફતે નોંધણી: ખેડૂતો જાતે ઓનલાઈન અરજી કરી શકતા નથી. નોંધણી રાજ્ય સરકાર દ્વારા નિમણુંક થયેલા VCE (વી.સી.ઈ. ઓપરેટર) દ્વારા જ થઈ શકે છે.
  • રજીસ્ટ્રેશન સ્થળ: ટેકાના ભાવે નોંધણી માટે ખેડૂતો APMC માર્કેટ યાર્ડ અથવા eGram Kendra Portal (ગામ પંચાયત કેન્દ્ર) પર જઈને નોંધણી કરાવી શકે છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો