નખત્રાણા આનંદનગર વિસ્તારમાંથી માદક પદાર્થ પોષડોડા સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજ અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.રા) અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ,ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, Narcotics seized from Anandnagar area of Nakhatrana
પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ- ભુજનાઓએ એન.ડી.પી.એસ. ની પ્રવૃતિ સાથે સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જેથી એન.ડી.પી.એસ.ની બદી સદંતર નાબુદ કરવા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.એમ.ગઢવીનાઓએ તાબાના કર્મચારી ઓને સુચના આપેલ હોઇ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા,
દરમ્યાન ગઇ તા.૧૩/૦૧/૨૦૨૫ના રોજ એસ.ઓ.જી. ના એ.એસ.આઇ.જોરાવરસિંહ જાડેજા તથા માણેકભાઇ ગઢવીનાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી નખત્રાણા આનંદનગર વિસ્તારમાં આરોપી મહેન્દ્ર લક્ષ્મીદાસ સોની, ઉવ.૬૨, રહે. આનંદનગર નખત્રાણા,જી. કચ્છ- ભુજવાળાના રહેણાંક મકાનમાંથી ગેર કાયદેસર માદક પદાર્થ પોષડોડા જેનું વજન ૧.૬૧૫ કિલોગ્રામ, કિ.રૂ. ૪,૮૪૫/- નો નાર્કોટીકસનો મુદામાલ ઝડપી પાડી ઉપરોક્ત મજકુર ઇસમ