PM-Kisan e KYC 2026 નમસ્તે ખેડૂત મિત્રો! જો તમે PM-KISAN યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો તમારા માટે e-KYC પૂર્ણ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. e-KYC વગર ઘણા ખેડૂતોના ₹2,000 ના હપ્તા અટકી જતા હોય છે. સારા સમાચાર એ છે કે હવે 2026 માં તમે આ આખી પ્રક્રિયા ઘરે બેઠા તમારા મોબાઇલથી જ કરી શકો છો.
અહીં અમે ખૂબ સરળ ભાષામાં સમજાવીશું કે PM Kisan e-KYC કેવી રીતે કરવું, સ્ટેટસ કેવી રીતે તપાસવું અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
પીએમ કિસાન યોજના e-KYC શું છે?
PM-KISAN યોજના હેઠળ સરકાર ખેડૂતોને સીધી નાણાકીય સહાય આપે છે. આ સહાય સાચા લાભાર્થી સુધી પહોંચે તે માટે આધાર ચકાસણી જરૂરી છે, જેને e-KYC કહેવામાં આવે છે. જો તમારું e-KYC પૂર્ણ નહીં હોય તો આગામી હપ્તો અટકી શકે છે.
પીએમ કિસાન યોજના e-KYC માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- આધાર સાથે લિંક થયેલો મોબાઇલ નંબર
- સ્માર્ટફોન
- સારો ઇન્ટરનેટ કનેક્શન
- PM Kisan Go App (ફેસ ઓથેન્ટિકેશન માટે)
2000 નો હપ્તો તમને મળશે કે નહીં અહીંથી ચેક કરો
પીએમ કિસાન યોજના e-KYC કરવાની મુખ્ય બે રીત
- Face Authentication
- OTP આધારિત e-KYC
OTP દ્વારા PM Kisan e-KYC કેવી રીતે કરવું?
- સૌપ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ત્યાં જઈને PM-KISAN Official Portal ઓપન કરો
- હોમપેજમાં “Farmer Corner” વિભાગમાં “e-KYC” વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.
- તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને “Search” બટન દબાવો.
- આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર દાખલ કરો અને “Get Mobile OTP” પર ક્લિક કરો.
- તમારા ફોનમાં આવેલ OTP દાખલ કરીને “Submit OTP” દબાવો.
- હવે UIDAI તરફથી બીજો OTP આવશે. તેને દાખલ કર્યા પછી “Submit For Auth” પર ક્લિક કરો.
- જો બધું સાચું હશે તો સ્ક્રીન પર સફળતાનો મેસેજ દેખાશે.
Face Authentication દ્વારા e-KYC
સૌપ્રથમ તમારે google play store પરથી PM Kisan Go App Aadhaar Face RD App ડાઉનલોડ કરવાની રહેશે પછી આધાર નંબર થી લોગીન કરવાનું ત્યાં તમને એક વિકલ્પ દેખાશે e-KYC” વિકલ્પ પસંદ કરો. કેમેરા સામે ચહેરો રાખો. સ્ક્રીન પર આપેલી સૂચનાઓ અનુસરો. Face Match થતાં જ e-KYC પૂર્ણ થઈ જશે.
e-KYC Status કેવી રીતે ચેક કરવું?
સ્ટેટસ ચેક કરવાની રીત
- “Know Your Status” વિભાગ ખોલો
- Registration Number અથવા Mobile Number દાખલ કરો
- “Get Data” પર ક્લિક કરો
જો “e-KYC Status: Yes” દેખાય તો તમારી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે.













