ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગમાં 12472 જગ્યાઓ માટે શારીરિક કસોટી 8 જાન્યુઆરીથી શરૂ થઈ છે, જે 31 જાન્યુઆરી સુધી ચાલશે. આ કસોટી PSI, લોકરક્ષક, હથિયારધારી અને બિન હથિયારધારી કોન્સ્ટેબલ અને જેલ સિપાહી માટેના પદ માટે લેવામાં આવશે. કુલ 10.73 લાખ ઉમેદવારો 15 અલગ-અલગ મેદાનોમાં ભાગ લેશે. Police physical exam from today
PSI માટે ફિઝિકલ ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા Gujarati અને English બંને ભાષામાં લેવામાં આવશે, જ્યારે લોકરક્ષક માટે ફિઝિકલ ટેસ્ટ અને MCQ પરીક્ષા લેવામાં આવશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વલસાડમાં NH 48 પર 210 મીટર લાંબો પુલ પૂર્ણ થયો
પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા 2025
પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષાની તારીખો અને વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા છે. પુરુષ PSI અને લોકરક્ષક ઉમેદવારો માટે 8 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી 11 ગ્રાઉન્ડ પર ટેસ્ટ લેવાશે, જ્યારે મહિલાઓ માટે 4 ગ્રાઉન્ડ પર 8 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી PSI અને લોકરક્ષકની પરીક્ષા યોજાશે. માજી સૈનિકો માટે રાજકોટમાં 28 અને 29 જાન્યુઆરીએ શારીરિક કસોટી લેવામાં આવશે. કુલ 12,472 જગ્યા માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
ઉમેદવારો માટે દોડ દરમિયાન તાત્કાલિક સેવા માટે એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ મોજૂદ રહેશે. NCC અને સ્પોર્ટ્સ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને ભરતીમાં વધારાના ગુણ મળશે. દોડમાં ફક્ત પાસ થવું જરૂરી રહેશે, ગુણ આપવામાં નહીં આવે.
મુખ્ય લેખિત પરીક્ષા માટે માઈનસ માર્કિંગ સિસ્ટમ લાગુ પડશે. વધુ માહિતી માટે ઉમેદવારોને વેબસાઈટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.