Gujarat Weather: ગુજરાતમાં આ વર્ષે ઠંડી વધારે પડી છે અનેક વિસ્તારોમાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે લોકો વધારે ઠંડી અનુભવી રહ્યા છે તો બીજી તરફ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન માવઠાની શક્યતાઓ વ્યક્તિ કરવામાં આવી છે સવારથી જ ઠંડા પવનો ફુગાવા લાગ્યા છે જેથી ઠંડી પણ વધી છે સાથે જ હવામાન વિભાગ દ્વારા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા હોવાના પણ સમાચારો અગાઉ મળી ચૂક્યા છે હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે
ગુજરાતના આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું પડી શકે છે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના ઘણા જિલ્લાઓમાં માવઠું પડે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી 24 કલાક દરમિયાન નર્મદા છોટાઉદેપુર દક્ષિણ ગુજરાત તેમજ તાપી જેવા જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે ત્યારબાદ આગામી દિવસોમાં વધારે ઠંડીની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે