સનદની પરીક્ષાનું પેપર ફૂટ્યું, વોટ્સઅપ ગ્રૂપમાં જવાબોની આપ-લે થતાં ભાંડો ફૂટ્યો તાજેતરની AIBE (ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન) ની પરીક્ષામાં એક ચોરીના કિસ્સાનો પર્દાફાશ થયો છે. આ પરીક્ષા ઓપન બુક હોય છે, જેમાં વિધાર્થીઓને પુસ્તકો સાથે પરીક્ષા આપવાની છૂટ છે. પરંતુ, આ પરીક્ષાની દરમિયાન કેટલાક વિધાર્થીઓ વોટ્સએપ ગ્રૂપ પર જવાબો શેર કરી રહ્યા હતા. sanad exam paper leaked gujarat
આ ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે “AIBE Candidates1” નામના વોટ્સએપ ગ્રૂપમાં એક સ્ક્રીનશૉટ શેર થયો, જેમાં 10:31 AM થી 11:07 AM દરમિયાન સવાલ-જવાબની આપ-લે થતી હતી. આ સ્ક્રીનશૉટ ભરત ઠાકોર નામના વિધાર્થીએ શેર કર્યો હતો, અને આ માહિતી અમરીશ ઠાકર નામના વ્યક્તિએ આપી હતી. આ શંકાસ્પદ પ્રવૃત્તિનો પર્દાફાશ થવા પર, આ ઘઠના સામે તપાસના મુદ્દા ઊભા થયા છે.
51 વર્ષની ગર્લફ્રેન્ડ, 18 વર્ષનો બોયફ્રેન્ડઃ 4 બાળકોની માતા 33 વર્ષના નાના પ્રેમી સાથે ભાગી ગઈ
આ પહેલીવાર નથી કે AIBE માં ચોરીનો મામલો સામે આવ્યો છે. ફેબ્રુઆરી 2023 માં, દિવ્ય ભાસ્કર દ્વારા આ પરીક્ષામાં ચોરી થતી હોવાનો સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યો હતો. હવે, આ બનાવ અંગે બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા વધુ તપાસ કરી શકે છે અને જો કોઈ સાચા વિધાર્થીઓના પંજિયાઓ પર આ ગુનો નહીં કરવામાં હોય તો તેઓ બચી શકે છે.
AIBE પરીક્ષા 10 AM થી 2 PM સુધી ચાલી હતી, અને એ વખતે સિલ્વર ઓક કોલેજમાં પરીક્ષા યોજાઈ હતી.