SOG વડોદરા સૌથી મોટું ગેસ રિફિલિંગ કૌભાંડ પકડી પાડ્યું, રૂ. 7.26 લાખનો મુદ્દામાલ જપ્ત

SOG Vadodara busts biggest gas refilling scam

વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ગેસ ચોરીના કૌભાંડનું પર્દાફાશ કરી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ કૌભાંડમાં રૂ. 7.26 લાખના મુદ્દામાલ સાથે 10 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 166 ઘરગથ્થુ ગેસ બોટલોનો પણ સમાવેશ થાય છે. SOG Vadodara busts biggest gas refilling scam

બાતમીના આધારે ઝડપાયેલ કૌભાંડ

તાજેતરમાં SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે રણોજી જીઆઇડીસી વિસ્તારમાં આવેલા રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં કેટલાક શખ્સો ગેસ રીફીલીંગનું ગેરકાયદેસર કામ કરે છે. હકીકત મુજબ, ગોડાઉનની દિવાલની આડમાં ગેસના ઘરગથ્થુ બોટલોના સીલ ખોલીને તેનો ગેસ કોમર્શિયલ બોટલોમાં રીફીલ કરીને ગ્રાહકોને સપ્લાય કરાતો હતો.

SOGએ તાત્કાલિક કાર્યવાહીની આટોઆટ સ્થળ પર પહોંચી 10 શખ્સોને પકડી પાડ્યા. પોલીસે આ કેસમાં એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

‘પુષ્પા 2’ સ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ, નાસભાગમાં મહિલાના મોત પર હૈદરાબાદ પોલીસ પકડી ગઈ

પકડી પાડવામાં આવેલા શખ્સોની યાદી

  • મયુદ્દીન નસરૂદ્દી બેલીમ
    ધર્મેશ રાજુભાઇ રાવળ
    અરવિંદભાઇ મરેશભાઇ રાવળ
    મહેબુબ મહોમંદભાઇ મલેક
    ઇમરાન બરકતભાઇ શેખ
    નિલેશ ભીખાભાઇ સોમવંશી
    સોહીલ અજબસિંહ પરમાર
    શબ્બીરમીયાં મોહંમદમીયાં મલેક
    સલમાન મીરસાબભાઇ ચૌહાણ
    લતીફમીયાં હનીફમીયાં મલેક

વોન્ટેડ: હિરેન બળવંતરાય મહેતા (અકોટા).

જપ્ત મુદ્દામાલની વિગતો

  • ઘરગથ્થુ ગેસ બોટલો: 166
    કોમર્શિયલ ગેસ બોટલો: 08
    રીફીલીંગ સાધનો: 05
    વજન કાંટા: 05
    ટેમ્પો: 05
    રોકડ રકમ: રૂ. 33,000
    ડિલીવરી ચલણ: 184

કુલ મુદ્દામાલની કિંમત રૂ. 7.26 લાખ જાહેર કરવામાં આવી છે.

અગાઉ પણ આવી કાર્યવાહી

જુલાઇ 2024માં SOGએ જવાહરનગરના ગુજરાત ગેસ એજન્સી પર છાપો મારી 6 ઇસમોને રૂ. 2.95 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

Join WhatsApp

Join Now

Leave a Comment