Allu Arjun Arrest ‘પુષ્પા 2’ સ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ, નાસભાગમાં મહિલાના મોત પર હૈદરાબાદ પોલીસ પકડી ગઈ હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના લોકપ્રિય અભિનેતા અને ‘પુષ્પા 2’ ફેમ અલ્લુ અર્જુનને હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મ સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે 35 વર્ષની એક મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને કારણે થિયેટર મેનેજમેન્ટ અને અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
અલ્લુ અર્જુનની અટકાયત ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો હતો, અને શુક્રવારે પોલીસે અર્જુનની અટકાયત કરી હતી. પોલીસે જણાવ્યું કે સંધ્યા થિયેટરની અવ્યવસ્થિત પરિસ્થિતિ માટે જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. થિયેટરના મેનેજરને અગાઉ જ જેલમાં મોકલવામાં આવ્યો છે.
અલ્લુ અર્જુન સામે કલમ 105 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જે હત્યા નથી.
ધરપકડ હેઠળના આરોપો અલ્લુ અર્જુન વિરુદ્ધ IPC કલમ 105 (હત્યા નહીં પરંતુ આકસ્મિક મૃત્યુ), કલમ 118 (સ્વૈચ્છિક ઈજા) અને આર/ડબલ્યુ 3(5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અક્ષંશ યાદવએ જણાવ્યું હતું કે, “મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.”
પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે pic.twitter.com/XLv1TOU057
— Gujarat Square News (@gujaratsquare) December 13, 2024
અલ્લુ અર્જુને પરિવારને 25 લાખ રૂપિયા આપ્યા
મૃતકના પરિવારને આર્થિક સહાય આ ઘટના બાદ, અલ્લુ અર્જુને મૃતક મહિલાના પરિવારજનોને 25 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે અને જણાવ્યું છે કે તેઓ આ પરિવારના કલ્યાણ માટે હંમેશા હાજર રહેશે.