સુકન્યા સમૃદ્ધિ યોજનાઃ 1 ઓક્ટોબર, 2024થી સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)ના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા નિયમ હેઠળ, જો બેથી વધુ ખાતા હશે તો વધારાનું ખાતું બંધ કરી દેવામાં આવશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) ના નિયમો
સુકન્યા સમૃદ્ધિ યોજના માટે એક ઓક્ટોબર 2024 થી નિયમ માં મોટા ફેરફાર થવાના છે તો તમે જાણી લો નિયમ કે બેથી વધુ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતા ખોલાયેલા હશે તે ખાતા બંધ કરી દેવામાં આવશે અને નિયમ પ્રમાણે ખાતું ખોલાવવા માટે કાયદેસર માતા પિતા હશે અથવા તેમના સગા માતા-પિતા દ્વારા કોઈ લાલનું ખાતું માન્ય રાખવામાં આવશે જો કોઈ બીજા વ્યક્તિએ સુકન્યા સમૃદ્ધિ યોજના માટે દીકરીનું ખાતું ખોલાવ્યું હશે તો તે ખાતું તેમના માતા-પિતાને ટ્રાન્સફર કરવું પડશે જો કોઈ દાદા દાદી તેમની પૌત્રી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતુ ખોલાવતા હતા પહેલા જે હવે ફક્ત તેમના માતા પિતા જ આ ખાતું ખોલાવી શકશે અને તે ખાતા નું સંચાલન પણ તેમના માતા પિતા જ કરી શકશે
સુકન્યા સમૃદ્ધિ શું છે
સુકન્યા સમૃદ્ધિ ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંક શાખામાં ખોલી શકાય છે. આ ખાતું દીકરીના જન્મ સમયે અથવા તે 10 વર્ષની થાય ત્યાં સુધી ખોલી શકાય છે. ખાતું ખોલાવતી વખતે, નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવવાના હોય છે. મહેરબાની કરીને નોંધ કરો કે આ એક સરકારી યોજના છે. આ યોજના મોદી સરકારના બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન હેઠળ શરૂ કરવામાં આવી હતી. હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર 8.20% છે. તમને જણાવી દઈએ કે તમે સુકન્યા એકાઉન્ટને ઓછામાં ઓછી માત્ર 250 રૂપિયાથી ખોલાવી શકો છો. ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પૂર્ણ થવા પર પરિપક્વ થશે.