Online Shopping Cheating: આજના સમયમાં ડિજિટલ યુગમાં ઓનલાઈન દરેક વસ્તુ ખરીદી શકાય છે પરંતુ સુરતના એક વ્યક્તિને કડવા અનુભવ થયો છે ઓનલાઇન શોપિંગ કરનાર વ્યક્તિઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં સુરતમાં રહેતા એક યુવકે ઓનલાઇન ફોન મંગાવ્યો તો પરંતુ જેવું કે બોક્સ ખોલતાની સાથે જ મોબાઈલને બદલે એવી વસ્તુ નીકળી કે તેને જોતા જ તેમની આંખો પહોળી થઈ ગઈ હતી હકીકતમાં બોક્સમાં મોબાઈલની બદલે ઘડિયાળ અને સ્પ્રેની બોટલ નીકળતા ચોકી ગયો હતો ત્યારબાદ ઓનલાઇન ફરિયાદ પણ કરી હતી પરંતુ કંપની દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી જેથી હવે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ અંગે માહિતી મેળવીને સમગ્ર ઘટનાની વિગતવાર જાણીને વધુ તપાસ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે
સુરતમાં રહેતા અને ઓનલાઇન શોપિંગ કરનાર યુવક રાહુલને કડવા અનુભવ થયો છે આ યુવકે ગત 31 ડિસેમ્બરે amazon પરથી એક મોબાઇલ મંગાવ્યો હતો ત્યારબાદ 3 જાન્યુઆરીના રોજ તેમના ઘરે કુરિયરના માધ્યમથી ઓર્ડર કરેલી વસ્તુ બોક્સમાં આવી હતી યુવકે જેવો જ બોક્સ ખોલતાની સાથે જ તેમનો વીડિયો પણ બનાવ્યો હતો બોક્સ ખૂલતાની સાથે જ તેમની સાથે છેતરપિંડી થયું હોવાનું પણ તેમને અનુભવ થયો હતો કારણ કે મોબાઈલના બદલે બોટલ અને ઘડિયાળ બોક્સમાં આવી હતી બાદમાં યુવકે કંપનીને ફરિયાદ પણ કરી હતી પરંતુ યુવકને મોબાઈલ ફોન પરત નથી મળ્યો બાદમાં તેમણે ટેકનિકલ ટીમનો પણ સંપર્ક કર્યો હતો તેમના તરફથી પણ કોઈ પણ પ્રકારનો સંતોષ જનક જવાબ ના મળતા આખરે તેમણે પોલીસ ફરિયાદ કરી હતી