Gold Prices Today: સ્ટોક માર્કેટમાં ખાસ કરીને કોમોડિટીમાં રોકાણ કરતા લોકો માટે સોનાના ભાવમાં ઉતાર ચઢાવ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ત્યારે આજે સોનાનો ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે 22 કેરેટ થી માંડીને 24 કેરેટ સોનાના ભાવમાં સામાન્યથી વધારે પડતો ફેરફાર જોવા મળ્યો છે 22 કેરેટ સોનાનો ભાવ આજે સરેરાશ 74,340 રૂપિયા ની આસપાસ પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 81,100 પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયો છે આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે છેલ્લા એક મહિનાથી સતત સોનાના ભાવ વધી રહ્યા છે ચાલો જાણીએ ગુજરાતના મુખ્ય શહેરોના આજના લેટેસ્ટ 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ
આજના 10 ગ્રામ સોનાના ભાવ શું છે? : Gold Prices Today
ગુજરાતમાં અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સોનાના 22 કેરેટ ભાવ 74,390 પ્રતિ 10 ગ્રામના થઈ ચૂક્યા છે જ્યારે 24 કેરેટ 10 ગ્રામના ભાવ 81,150 ની આસપાસ પહોંચી ગયા છે આ સાથે જ વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 81,150 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 74,390 ને આસપાસ પહોંચી ગયો છે
સુરત શહેર અને વડોદરા શહેરમાં એક સરખા ભાવના થયા છે આમ તો અમદાવાદ શહેરમાં જે ભાવ હોય છે તે જ ભાવ જામનગર રાજકોટ ગુજરાત સહિતનો શહેરોમાં જોવા મળતા હોય છે રાજકોટ શહેરમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 74,390 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 81,150 પ્રતિ 10 g નોંધાયો છે
દિલ્હી અને મુંબઈ 10 ગ્રામ સોનાના ભાવ
દેશની રાજધાની માં અન્ય શહેરો અને રાજ્યો કરતા વધારે ભાવ જોવા મળતા હોય છે પરંતુ આજે 24 કેરેટ સોનાનો ભાવ 81,250 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નો રહ્યો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹74,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો મુંબઈ શહેરમાં પણ 24 કેરેટ સોનાનો ભાવ 81,100 ની આસપાસ રહ્યો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 74,340 ની આસપાસ રહ્યો છે