Godhra Court : ગુજરાતમાં આમ તો લોકો ભ્રષ્ટાચારની વાતો કરતા જ હોય છે સાથે જ લાંચ લેતા ઘણા અધિકારીઓ એસીપીના હાથે ઝડપાયા છે પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણીને તમે પણ વિચારમાં પડી જશો પાદર પેટા વિભાગના રોજ મતદાર બાબુભાઈ ધીરાભાઈ સોલંકી ગોધરાની લેબર કોર્ટની કાર્યવાહી દરમિયાન ડાયસ ઉપર ચડીને જજને બંધ કવરમાં લાચ આપવાની કોશિશ કરી હતી ત્યારબાદ દોડધામ મચી ગઈ હતી તાત્કાલિક એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પહેલો કિસ્સો છે જ્યાં કોર્ટની કાર્યવાહી દરમિયાન જજને લંચ આપવાની કોશિશ કરવામાં આવી હોય
વધુમાં જણાવી દઈએ તો મળતી વિગતો અનુસાર પાનમ યોજના હેઠળ ફાધર નહેર વિતરણ પેટા વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા મૂળ મહીસાગર જિલ્લાના રહેવાસી બાબુભાઈ સોલંકી જેમને વર્ષ 2018 માં કચેરી તરફથી નોકરીમાંથી છુટા કરી દેવામાં આવ્યા હતા. પરંતુ 2023 માં બાબુભાઈ પોતે પુનઃ નોકરી ઉપર લેવા માટે ગોધરાની લેબડ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો કેસની સુનાવણી પાંચ વર્ષ ચાલી રહી છે જે સંદર્ભે ગોધરા કોર્ટમાં તેમને સુનવણી દરમિયાન હાજર હતા કેસ સંદર્ભે બાબુભાઈ છેલ્લા ચાર પાંચ દિવસથી લેબર કોર્ટ ગોધરા ખાતે આવે છે પરંતુ હાલમાં તેમણે જજ ને લાંચ આપવાની કોશિશ કરતા એન્ટીકરપ્શન બીરોધ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે
ચાલુ કોર્ટની કાર્યવાહી દરમિયાન જજને લંચ આપવાના કિસ્સાથી સમગ્ર લોકો અને કોર્ટમાં ઉપસ્થિત લોકો પણ અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા ખોલી કોર્ટમાં લાંચ આપવાના પ્રયાસની આ પ્રથમ ઘટના સામે આવી છે જે તુરંત પોલીસ બોલાવી સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા બાબુભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે સાથે જ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ તેમના પર કાર્યવાહી કરવામાં આવી હોવાના પણ અહેવાલો મીડિયાના માધ્યમથી મળી રહ્યા છે