ગુજરાતમાં રબારી સમાજમાં નવા નિયમો ઘડાયા, મોબાઇલમાં સ્ટેટસ રાખવું નહિ , Dj વગાડવું નહીં. નિયમો આજથી લાગુ જાનુ બીજા કયા કયા નિયમ બનાવ્યા

rabari samaj riti riwaj bandharan 2025

ગુજરાતમાં રબારી સમાજમાં નવા નિયમો ઘડાયા, મોબાઇલમાં સ્ટેટસ રાખવું નહિ , Dj વગાડવું નહીં. નિયમો આજથી લાગુ જાનુ બીજા કયા કયા નિયમ બનાવ્યા rabari samaj riti riwaj bandharan 2025

રબારી સમાજ કુરિવાજ સુધારણા પરિષદના મહાસંમેલનના નિર્ણયો વિસતૃત માહિતી રબારી સમાજ દ્વારા સોલામાં યોજાયેલા એક મહાસંમેલનમાં સમાજના પ્રચલિત કુરિવાજોને દૂર કરવા અને આર્થિક બોજ ઘટાડવા માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. આનો હેતુ શાદી અને અન્ય શુભ પ્રસંગોમાં સાધનસંપત્તિ અને ખર્ચોને મર્યાદિત રાખવાનો છે, જેથી સામાન્ય પરિવાર પર આર્થિક બોજ ન આવે.

રબારી સમાજ નિયમ 

1. પહેરામણી સંબંધિત નિયમો:

  • શુભ પ્રસંગો: સગાઈ, લગ્ન, રાવણું અને સીમંત જેવા પ્રસંગોમાં પહેરામણી આપવી હોય તો માત્ર બંધ કવરમાં જ આપવાની રહેશે.
  • પહેરામણી રકમ:
  • વેવાઈને રૂ. 2100થી 3100
  • વેવાઈના સગા ભાઈને રૂ. 500
  • અન્ય સગાને રૂ. 200થી ઓછી રકમની પહેરામણી
  • મામેરામાં ભાઈઓ અને બહેનોમાં રૂ. 5100ની પહેરામણી કરવી
  • કુંવાશી અને જમાઈને પહેરામણી આપવાની છૂટ રહેશે.
  • ખરીદી: પ્રસંગમાં ખરીદી કરવા માટે માત્ર ઘરના લોકો જ જવાના રહેશે.

2. સગાઈના નિયમો:

  • સ્થાન: સગાઈ ઘર આંગણે જ કરવી, હોટલ કે પાર્ટી પ્લોટમાં નહીં.
  • જમણવાર: જો જગ્યાનો અભાવ હોય તો સાદા પ્લોટમાં જમણવાર વગર સગાઈ કરી શકાય.
  • આપ-લે: રિંગ સેરેમની, સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ આપ-લે સંપૂર્ણપણે બંધ રહેશે.
  • આજમાની: સગાઈમાં માત્ર ચા-પાણી જ રાખવામાં આવશે.

માનવ કલ્યાણ યોજના કુલ–28 પ્રકારના વ્યવસાય માટે 48000 સાધન સહાય આપવામાં આવશે

3. શ્રીમંત માટેના નિયમો:

  • સ્થાન: શ્રીમંત પ્રસંગ ઘરમેળે જ કરવો, હોટલ કે પાર્ટી પ્લોટમાં નહીં.
  • જમણવાર: જગ્યાનો અભાવ હોય તો સાદી રીતે હોલમાં કરી શકાય.
  • ઉજવણી: બેબી શાવર કે અન્ય કોઈ ઉજવણી કરવી નહીં.
  • આપ-લે: શ્રીમંતમાં સોનાના દાગીના આપવાના નહીં. બાળકને રમાડવા જાવ ત્યારે સોનાના દાગીના નહીં, માત્ર પાંચ જોડી કપડાં લઈ જવા.

4. લગ્ન માટેના નિયમો:

  1. સોનું: લગ્ન પ્રસંગે 5થી 7 તોલા સોનું આપવાનું રહેશે.
  2. આનંદ: લાઈવ ગીત, બેન્ડ, DJ પાર્ટી રાખવી નહીં. સાદું DJ અને ઘોડી રાખી શકાય.
  3. કંકોત્રી: કંકોત્રી લેખન વખતે મોટી સંખ્યામાં લોકો એકત્ર ન કરવા. કંકોત્રી સાથે ખાજા બંધ.
  4. વરઘોડું: વરઘોડામાં નાસિક ઢોલ અને સાદા ઢોલની છૂટ રહેશે.

5. સામાન્ય નિયમો:

  1. પેકિંગ: તમામ પ્રકારની પેકિંગ પ્રથા બંધ.
  2. મોબાઈલ સ્ટેટસ: મોબાઈલમાં સ્ટેટસ મૂકવાની પ્રથા બંધ.
  3. કુરિવાજ: કુરિવાજોનો અમલ ન કરનારને ટીકાપાત્ર ગણવામાં આવશે.
  4. આ નિયમો 15 જાન્યુઆરી 2025થી લાગુ થશે, અને દરેક સભ્યનું તે પાલન કરવું ફરજિયાત રહેશે. આ નિર્ણયોથી કરોડો રૂપિયાનો ફાયદો થશે અને
  5. સાદગીપૂર્ણ જીવનશૈલીને પ્રોત્સાહન મળશે.

Join WhatsApp

Join Now

Leave a Comment