Bahraich Wolf Attack: વરુએ કર્યો નાની છોકરી પર અટેક, યોગી એ આદેશ આપ્યો પકડી ના શકો તો ગોળી મારી દો

Bahraich Wolf Attack: ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ફરીથી વરુઓનો આતંક ફેલાયો છે. હાલમાં રાજ્ય સરકારના બધા ઉચ્ચ અધિકારીઓ વરુઓને પકડવા માટે આદેશ આપવામાં આવ્યો છે. વરુ ને પકડવા માટે ઓપરેશન ભેડિયા શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ સરકારને જોઇએ તેટલી સફળતા મળી નથી. અત્યાર સુધીમાં વરુ 10 લોકોને ખાઈ ચૂક્યું છે. પરિસ્થિતિ જોઈને યોગી સરકારે હવે મોટો આદેશ આપ્યો છે.

ઉત્તર પ્રદેશનો બહરાઈચ જિલ્લો આ દિવસોમાં દેશભરમાં ચર્ચામાં છે. જિલ્લાના 35 જેટલા ગામોના લોકો છેલ્લા બે મહિનાથી ડરી ડરી ને જીવી રહ્યા છે. તેમના બાળકો ક્યારે વરુનો શિકાર બનશે કોઈ નક્કી નથી. યોગી સરકારના ઉચ્ચ અધિકારીઓ ગામડાઓમાં પડાવ નાખી રહ્યા છે. પરંતુ ગ્રામજનોમાં વરુઓનો ભય હજુ દૂર થયો નથી. દરરોજ કોઈને કોઈ માસૂમ બાળક વરુઓનો શિકાર બની રહ્યું છે. દરમિયાન, રાજ્યના સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને આદેશ આપ્યો છે કે જો તેઓ વરુઓને પકડવામાં અસમર્થ હોય તો વરુ ને જોવો એટલે ગોળી મારી દો.

બહરાઈચમાં વરુઓએ અત્યાર સુધીમાં 10 લોકોની હત્યા કરી છે. માનવભક્ષી વરુઓને પકડવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન ભેડિયા શરૂ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં પોલીસ દળ અને વન વિભાગની 25 ટીમો તૈનાત છે. આમ છતાં વરુ માસુમ બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યું છે.

સીએમ યોગીએ નારાજગી વ્યક્ત કરી હતી

સૂત્રો મુજબ મળેલી માહિતીના આધારે રાજ્યના સીએમ યોગી આદિત્યનાથે વરુ માટે બેઠક યોજી હતી. યોગ્ય સમય ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા વરુઓને પકડવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મીટિંગમાં તેમણે કહ્યું કે વરુઓને વહેલી તકે પકડવા જોઈએ. જો વરુઓ પકડાતા નથી તો સમયની જરૂરિયાતને ધ્યાનમાં લઈને તેમને ગોળી મારી દેવી જોઈએ. તેમણે કહ્યું કે વરુઓને પકડવા માટે દરેક જરૂરી પગલાં લેવા જોઈએ.

આયુષ્માન કાર્ડ ની A ટુ z માહિતી જાણો, મળશે ફ્રી માં દસ લાખ રૂપિયા ની હોસ્પિટલ સેવા

તમને જણાવી દઈએ કે બહરાઈચ જિલ્લાના 35 ગામોમાં માનવભક્ષી વરુઓનો આતંક ફેલાયેલો છે. અત્યાર સુધીમાં માનવભક્ષી વરુઓએ 9 બાળકો સહિત 10 લોકોની હત્યા કરી છે. જ્યારે હુમલામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

વરુઓને પકડવા માટે ટીમો બનાવી

વન વિભાગનું કહેવું છે કે અત્યાર સુધીમાં ચાર વરુ પકડાયા છે. હાલમાં બે વરુઓ આજુબાજુ ઘૂમી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે બેથી વધુ વરુઓ આજુબાજુ ફરતા હોય છે. અહીં સીએમ યોગીની સૂચના બાદ વન વિભાગ દ્વારા વધુ 10 ટીમો વધારી છે. ઘણા ઉંચ્ચ અધિકારીઓ બહરાઈચમાં કેમ્પ કરી રહ્યા છે. આ ઉપરાંત ઘણા જિલ્લાના DFO અને વન કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. વન વિભાગની અનેક ટીમો મહસી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. ગ્રામજનો પણ રાત-દિવસ ચોકી કરી રહ્યા છે.

Leave a Comment