કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janta Party) શું છે અને તેના સ્થાપક અભિજીત દીપક કોણ છે?

Cockroach janata party news

દેશના રાજકીય અને સોશિયલ મીડિયા વર્તુળોમાં છેલ્લા કેટલાક દિવસોથી એક અનોખું નામ ભારે ચર્ચામાં છે — ‘Cockroach Janta Party’ (CJP). આ નામ સાંભળતા જ લોકોમાં કુતૂહલ જાગ્યું છે. ઘણા લોકો તેને વ્યંગાત્મક રાજકીય અભિયાન કહી રહ્યા છે, તો કેટલાક તેને લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અવાજ માની રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટી c

આ સમગ્ર અભિયાન પાછળનું મુખ્ય ચહેરું છે અભિજીત દીપકે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે હવે લોકો જાણવા માગી રહ્યા છે કે આખરે અભિજીત દીપકે કોણ છે અને આ ‘Cockroach Janta Party’ની શરૂઆત કેમ થઈ?

કોણ છે અભિજીત દીપકે?

અભિજીત દીપકે મૂળ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરના રહેવાસી છે. અભ્યાસ માટે તેઓ પુણે ગયા હતા. તેમણે પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ થોડા સમય માટે આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા હતા અને પાર્ટીની કમ્યુનિકેશન ટીમમાં કામ કર્યું હતું. CJP Party

અભિજીત કહે છે કે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે AAPના કામથી તેઓ પ્રભાવિત થયા હતા. બાદમાં વધુ અભ્યાસ માટે તૈયારી શરૂ કરી અને પછી તેમને Boston Universityમાં અભ્યાસ કરવાની તક મળી.

જે બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 30 વર્ષીય ભારતીય વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. તેમણે મજાકિયા અંદાજમાં આ સંગઠનની શરૂઆત કરી, પણ જોતા જ જોતા તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું લૉન્ચ થયાના માત્ર 72 કલાકમાં જ 70,000થી વધુ લોકો પાર્ટી સાથે જોડાઈ ગયા! આ વ્યંગાત્મક સંગઠનનો દાવો છે કે બેરોજગાર, આળસુ અને આખો દિવસ ઓનલાઈન રહેતા લોકો પણ તેના સભ્ય બની શકે છે સોશિયલ મીડિયા પર આ પાર્ટીની ખૂબ ચર્ચા થઈ રહી છે અને કેટલાક ચર્ચિત નેતાઓ પણ તેમાં જોડાયા હોવાનું કહેવાય છે.

‘Cockroach Janta Party શરૂ કરવાની પાછળનું કારણ શું?

અભિજીત દીપકે જણાવ્યા મુજબ, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (જૂનું Twitter) પર ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)નું એક નિવેદન જોયું હતું. તેમના જણાવ્યા પ્રમાણે, યુવાનો અને સિસ્ટમની ટીકા કરનારાઓની તુલના “કોકરોચ જનતા પાર્ટી” અને “પરજીવી” સાથે કરવામાં આવી હતી.

આ નિવેદનથી અસંતોષ વ્યક્ત કરતા અભિજીતે કહ્યું કે:

“બંધારણ દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે. જો દેશના બંધારણના રક્ષક તરીકે માનવામાં આવતા લોકો જ આવી ભાષાનો ઉપયોગ કરે તો તે ચિંતાજનક છે.”

ઘોષણાપત્રમાં શું છે ખાસ?

‘Cockroach Janta Party’ના ઘોષણાપત્રમાં અનેક રાજકીય અને સામાજિક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે.

મુખ્ય મુદ્દાઓ:

  • ન્યાયપાલિકાની સ્વતંત્રતા જાળવવાની માંગ
  • નિવૃત્તિ બાદ જજોને સરકારી લાભ ન આપવા અંગે ચર્ચા
  • મહિલાઓને 50 ટકા આરક્ષણ આપવાની માંગ
  • યુવાનોને અભિવ્યક્તિની સંપૂર્ણ સ્વતંત્રતા મળવી જોઈએ એવી વાત

Join WhatsApp

Join Now

Leave a Comment