1 જુલાઈથી LPG ગ્રાહકો માટે કેટલાક મહત્વના નિયમો અમલમાં આવી શકે છે. ખાસ કરીને e-KYC, PNG અને LPG કનેક્શન સંબંધિત નિયમો અને સિલિન્ડર બુકિંગને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યા છે. જો તમે Indane, HP Gas અથવા Bharat Gasના ગ્રાહક છો, તો સમયસર જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. LPG cylinder Rules Change July 1
e-KYC કરાવવું જરૂરી
જે ગ્રાહકોએ હજુ સુધી LPG કનેક્શન માટે e-KYC પૂર્ણ કર્યું નથી, તેમને ભવિષ્યમાં સિલિન્ડર બુકિંગ અથવા સબસિડી મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જેમણે પહેલેથી જ e-KYC પૂર્ણ કરી દીધું છે તેમને ફરીથી કરવાની જરૂર નથી.
PNG કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે નિયમ
સરકારના સુધારેલા નિયમો મુજબ, જો કોઈ ગ્રાહકને PNG (Piped Natural Gas) કનેક્શન મળી ગયું હોય, તો તેને 30 દિવસની અંદર LPG કનેક્શન બંધ કરાવવાનો અથવા ભવિષ્યમાં ફરી મેળવવા માટે Transfer Voucher લેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ નિયમ ખાસ કરીને PNG ઉપલબ્ધ વિસ્તારો માટે લાગુ પડે છે.
LPG કનેક્શન તરત જ બંધ થશે?
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 જુલાઈથી તમામ PNG ગ્રાહકોના LPG કનેક્શન આપમેળે બંધ થઈ જશે, પરંતુ સરકારે એવી કોઈ જાહેરાત કરી નથી. નિયમ મુજબ ગ્રાહકોને નિર્ધારિત પ્રક્રિયા અનુસરવાની રહેશે.
બુકિંગ સમયગાળામાં ફેરફારની શક્યતા
હાલમાં ઘણા વિસ્તારોમાં શહેરોમાં 25 દિવસ અને ગ્રામ્ય વિસ્તારોમાં 45 દિવસ પહેલાં LPG રિફિલ બુકિંગ કરી શકાતી નથી. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ સામાન્ય બનતાં ભવિષ્યમાં આ સમયગાળામાં ફેરફાર થઈ શકે છે, પરંતુ હાલમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.










