પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સીધી સામાન્ય લોકોની જેબ પર જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસ સપ્લાય પર પડેલા પ્રભાવને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. Petrol Diesel Price Hike 2026
શુક્રવાર, 15 મે 2026ના રોજ સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા, જેમાં દેશભરમાં લીટર દીઠ અંદાજે ₹3 જેટલો વધારો નોંધાયો છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં લોકો માટે મુસાફરી અને રોજિંદા ખર્ચ વધુ મોંઘા બનવાના સંકેત મળી રહ્યા છે.
દિલ્હીમાં નવા ભાવ શું થયા?
દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ₹3.14નો વધારો થયો છે, જ્યારે ડીઝલ ₹3.11 મોંઘું બન્યું છે. નવા દર પ્રમાણે હવે દિલ્હીમાં પેટ્રોલ ₹97.77 પ્રતિ લીટર અને ડીઝલ ₹90.67 પ્રતિ લીટર મળી રહ્યું છે.
તેલ કંપનીઓનું કહેવું છે કે ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે તેમને ભારે નુકસાન થઈ રહ્યું છે. અહેવાલ મુજબ ફેબ્રુઆરીના અંતથી શરૂ થયેલા સંઘર્ષ બાદ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ₹1 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.
સરકાર અને તેલ કંપનીઓએ શું કહ્યું?
Indian Oil Corporation, Bharat Petroleum અને Hindustan Petroleum જેવી સરકારી તેલ કંપનીઓએ વધતા નુકસાનને ધ્યાનમાં રાખીને ભાવ વધારો જરૂરી હોવાનું જણાવ્યું છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી Hardeep Singh Puriએ અગાઉ જણાવ્યું હતું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને દરરોજ ₹1000 કરોડથી વધુનું નુકસાન થઈ રહ્યું છે.
ગુજરાતમાં કેટલો વધારો થયો?
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
| શહેર | પેટ્રોલ જૂનો ભાવ | પેટ્રોલ નવો ભાવ | ડીઝલ જૂનો ભાવ | ડીઝલ નવો ભાવ |
|---|---|---|---|---|
| ગાંધીનગર | ₹94.60 | ₹97.95 | ₹90.27 | ₹93.60 |
એટલે કે ગુજરાતમાં પણ પેટ્રોલ લગભગ ₹3.35 અને ડીઝલ ₹3.33 પ્રતિ લીટર મોંઘું બન્યું છે.
દેશના મોટા શહેરોમાં નવા દર
| રાજ્ય | શહેર | પેટ્રોલ નવો ભાવ | ડીઝલ નવો ભાવ |
|---|---|---|---|
| મહારાષ્ટ્ર | મુંબઈ | ₹106.68 | ₹93.14 |
| કર્ણાટક | બેંગલુરુ | ₹106.21 | ₹94.24 |
| તેલંગાણા | હૈદરાબાદ | ₹110.89 | ₹99.09 |
| કેરળ | તિરુવનંતપુરમ | ₹110.58 | ₹98.53 |
| રાજસ્થાન | જયપુર | ₹107.97 | ₹93.20 |
| પશ્ચિમ બંગાળ | કોલકાતા | ₹108.74 | ₹95.13 |
| ઉત્તર પ્રદેશ | લખનૌ | ₹97.55 | ₹90.63 |













