દાહોદમાં શાળાના આચાર્ય 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું મારી નાખી ,પોલીસે કરી ધરપકડ

dahod principal rep

દાહોદમાં શાળાના આચાર્ય 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું મારી નાખી પોલીસે કરી ધરપકડ દાહોદમાં બનેલી આ હૃદયવિદારક ઘટના અત્યંત ચોંકાવનારી છે. 6 વર્ષની નાનકડી બાળકીની શાળાના આચાર્ય દ્વારા હત્યા કરવામાં આવી હોવાના ખુલાસા સાથે સમગ્ર સમાજમાં આંચકો ફેલાયો છે. આ ઘટનામાં આચાર્ય ગોવિંદ નટે બાળકીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો અને બાળકીએ વિરોધ કરતાં, તેણે બૂમાબૂમ ન કરે તે માટે તેનું ગળું દબાવી દીધું. અંતે બાળકીનું ગાડીમાં જ મૃત્યુ થયું.

દાહોદ જિલ્લામાં ચોંકાવનારી ઘટના બની છે, જ્યા પીપળીયા ગામની તોયણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 1ની 6 વર્ષની વિદ્યાર્થીની, 19 સપ્ટેમ્બરના રોજ શાળામાં જઈ ઘરે પરત ન ફરી. તેની પરતફેર ન થતાં, પરિવાર ચિંતિત થયો અને તાત્કાલિક શોધખોળ શરૂ કરી.

પરિવારજનો શાળામાં તપાસ કરવા પહોંચ્યા, પરંતુ મુખ્ય દરવાજે તાળું લગાવેલું હતું. આથી, પરિવારજનો દિવાલ કૂદીને શાળાની અંદર પ્રવેશ્યા, જ્યાં તેઓને શાળાના આંગણામાં બાળકીનો મૃતદેહ મળ્યો. દીકરીને એ સ્થિતિમાં જોઈને પરિવારજનોના હૃદય હચમચી ગયા અને તેઓ તરત જ બાળકીને દવાખાને દોડી ગયા. જો કે, ડોક્ટરે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી.

આચાર્યએ આખો દિવસ બાળકીના મૃતદેહને ગાડીમાં રાખી, શાળાના સમય બાદ તેનું શાળામાં જ દફનાવાનું કૃત્ય કર્યું. પોલીસને ખોટા સાહસમાં મૂકવા માટે આચાર્યએ બાળકીના ચંપલ ક્લાસ રૂમની બહાર મુકી દીધાં.

આ ઘટનાની પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી, જેમાં આચાર્યએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે.

Join WhatsApp

Join Now

Leave a Comment