Latest Patan News:પાટણ મેડિકલ કોલેજમાં MBBS વિદ્યાર્થીનું રેગિંગ કરવાથી મોત

MBBS student dies after raking in Patan Medical College

Latest Patan News: ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના 18 વર્ષના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. પરિવારે રેગિંગના આક્ષેપો કર્યા છે, અને જણાવ્યું કે, સિનિયર વિદ્યાર્થીઓએ તેમને ત્રણ કલાક સુધી ઊભા રાખીને પરિચય આપવાનો આદેશ આપ્યો હતો, જે દરમિયાન આ દુર્ઘટના બની હતી. MBBS student dies after raking in Patan Medical College

ધારપુર મેડિકલ કોલેજના ડીન, હાર્દિક શાહે જણાવ્યું કે, ગઈકાલે રાતે વિદ્યાર્થી ઢળી પડ્યો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તપાસમાં જાણવા મળ્યું કે, સિનિયર વિદ્યાર્થીઓએ તેમને ઊભા રાખીને પરિચય આપવાનો આદેશ આપ્યો હતો. આ મામલે કમિટિ બનાવીને પોલીસને જાણ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને જો રેગિંગનો આક્ષેપ સાચો સાબિત થાય, તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

વિદ્યાર્થીના પિતરાઈ ભાઈએ જણાવ્યું કે, કોલેજમાંથી ફોન આવ્યો કે તેમનો દીકરો ઢળી પડ્યો છે અને તેને દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે તેઓ હોસ્પિટલ આવ્યા, ત્યારે ખબર પડી કે, તેણીનું મૃત્યુ થઇ ચૂક્યું છે. તેમણે જણાવ્યું કે, તેમના ભાઈએ એક મહિનાથી કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો હતો અને રેગિંગ અથવા અન્ય કોઈ મુશ્કેલી અંગે કંઈક ના કહ્યું હતું.

આ ઘટનાની તાપસ ચાલી રહી છે, અને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment